________________
પહેલો ભાગ
૨૩૧ કેમને દુર્ગતિનાં કારણે ક્યાં અને સદ્ગતિનાં કારણે કયાં, એનું ભાન નહોતું. હવે તે, મને મારા કેઈ મહાપુણ્યના ઉદયે, એવી સામગ્રી મળી ગઈ છે, કે જેથી કેમ વર્તવાથી દુર્ગતિમાં જવું પડે અને કેમ વર્તવાથી સદ્ગતિમાં જઈ શકાય, એનું મને ભાન થયું છે. દુર્ગતિનાં કારણોથી બચવાને તથા સદ્ગતિનાં કારણોને સેવવાને, મને સુન્દર યેગ મળી ગયા છે. આટલું જાણવા છતાં પણ અને આટલો સુન્દર સુગ મળવા છતાં પણ, અહીં જ હું ભૂલ્યો, તે પાછું મારે ઘણું રખડવું પડશે અને તેમ થશે તે, આ બધી આળપંપાળ નકામી જવાની !” જેણે દુર્ગતિનાં કારણેને જાણ્યાં હોય, તેને તે એમ થાય ને કે–જે આ કારણેને સેવ્યાં ને ચૂક્યા, તો ત્યાં જવું જ પડશે !” તમે કહો કે–અમારે દુઃખ નથી જોઈતું અને અમારે દુર્ગતિ નથી જોઈતી, પણ એમ કહેવા માત્રથી કાંઈ ચાલે ? તેનાં કારણેને સેવીએ અને એમાં બેફામ બનીએ, તો દુર્ગતિ થયા વિના રહે નહિ. ભગવાન શ્રી તીર્થંકરદેવના આત્માઓએ પણ જે ભૂલ કરી, તે એ તારકોના આત્માઓને પણ એ અવસ્થા ભેગવવી જ પડી, ત્યાં આપણી તો ગણત્રી જ શી છે? એટલે, જે દુર્ગતિથી બચવું જ હોય, તે દુર્ગતિનાં કારણેને જાણીને, એ કારણેને તજવાને પ્રયાસ કરે જોઈએ.
સસદ્ગતિનાં કારણેને પણ સેવવાનાં ને ?
દુઃખથી ડરવાના યોગે અને માત્ર સંસારના સુખને જ કારણે જેઓ સદ્ગતિનાં કારણોને સેવે, તેને સદ્ગતિ મળી જાય, છેડે કાળ સુખસામગ્રી મળી જાય, પણ તે સુખસામગ્રીન કાળમાં એ ભૂલ કરે ને ? રાગમાં રગદોળાય ને?