________________
૨૩૨
ચાર ગતિનાં કારણે એ વચ્ચે આંતરે નાખીને દુર્ગતિમાં ભટકવા જાય, એમ બને ને? સુખસામગ્રી મળી ગઈ અને સુખસામગ્રીના તાનમાં દુર્ગતિનાં કારણેને રસપૂર્વક સેવ્યાં, તો પરિણામ શું આવે? એને બદલે, મન જ એવું કેળવવું જોઈએ કે-દુર્ગતિનાં આ કારણે સેવવા લાયક જ નથી. આ કારણેને સેવવાના યોગે, જે કોઈ સુખ મળતું હોય, તે સુખ મારે જોઈતું નથી અને આ કારણોને નહિ સેવવાને માટે મારે જે કઈ દુઃખ વેઠવું પડે તેમ હોય, તે દુઃખને વેઠવાની મારી તૈયારી છે.” સ્વભાવ એવો બની જવું જોઈએ કે-દુઃખના ડરથી કે સુખના લેભથી, દુર્ગતિનાં કારણોને સેવવાનું મન થાય નહિ. પર્વતિથિઓ અને આયુષ્યબંધ : સવ દુર્ગતિનું આયુષ્ય બંધાવા પામે નહિ અને સદ્ગતિનું
આયુષ્ય બંધાય, એ માટે પર્વતિથિઓનું આરાધન કરાય
પર્વતિથિઓ પૈકી બીજ, પાંચમ, આઠમ, અગીઆરશ અને ચૌદશ-એ પર્વતિથિઓએ પ્રાયે કરીને પરભવ માટેના આયુષ્યકર્મનું ઉપાર્જન છવ કરે છે, પણ એને અર્થ એ નથી જ થતો કે–એ સિવાયની કોઈ તિથિએ કેઈને ય આયુષ્યને બંધ પડે જ નહિ! મોટે ભાગે, બીજ આદિ પાંચ પર્વતિથિઓએ આયુષ્યકર્મનું ઉપાર્જન થાય છે, પણ કેટલાક જીને એ સિવાયની તિથિઓએ પણ આયુષ્યને બંધ થાય
એ શક્ય છે, માટે, આત્માએ સાવધ તે સર્વકાળને માટે રહેવું જોઈએ. બીજ આદિ પાંચ પર્વતિથિઓએ જીવ પ્રાયઃ પરભવના આયુષ્યનું ઉપાર્જન કરે છે, એ હેતુને લક્ષ્યમાં