________________
પહેલે ભાગ
૨૩ ૩
રાખીને પર્વતિથિઓનું આરાધન કરનારાઓ, તે તે તિથિઓના દિવસે પણ બહુ સાવધ રહે છે? તમે એ દિવસેએ આરં. ભાદિને બરાબર ત છો ? ઉપવાસાદિ કરે છે, પણ આરંભાદિને કેટલા તજો છો? ઊલટું, ઉપવાસ હોય એટલે ખાવા વગેરેમાં વખત જતે બચે, તે પેઢી આદિનું કામ વધારે કરે, એવા પણ ખરા ને? તે દિવસે આરંભાદિમાં વધારે રક્ત બને, તેનું શું થાય ? એમ થાય, તો હેતુ કેટલે સરે? બચવાને માટે જે કર્યું હતું, તે પણ ફસાવવામાં વધારે મદદ રૂપ થાય, એમ પણ બને ને? એટલે, સાવચેતી હંમેશાં રાખવી જોઈએ અને બીજ, પાંચમ, આઠમ, અગીઆરશ અને ચૌદશે તે વિશેષ પ્રકારે સાવચેતી રાખવી જોઈએ. એ દિવસોએ આરંભાદિને તજવાને વિશેષ પ્રયત્ન કરવો જોઈએ. બાકી તે, જ્યારે જ્યારે દુર્ગતિના આયુષ્યના બંધનાં કારણોને સેવવાં પડે, ત્યારે ત્યારે યાદ આવવું જોઈએ કે-“નહિ કરવા લાયક મારે કરવું પડે છે, અહીં ભૂલ્યા ને રસીયા બન્યા, તે દુર્ગતિના આયુષ્યને બંધ પડી જવાને !” દુર્ગતિનાં કારણેને જે જે કોઈ જાણે, તે તે બધાઓ દુર્ગતિનાં કારણેને છેડી જ દે-એમ કહેવાય નહિ; કેમ કે-એ કારણોને જાણવા છતાં પણ, એ કારણોને છોડવા ન દે–એવી સામગ્રી અંદર બેઠી હોય, એ પણ શક્ય છે. તેવા પ્રકારનાં કર્મો પહેલાં બંધાઈ ગયાં હોય, તે ત્યાં શું થાય? એ એકદમ કેમ છોડવા દે? પણ એ કારણને સેવતાં જે સાવચેત રહેવાય, તો ય ઘણું કામ થાય. સંયેગવશાત એ કારણેને સેવવા છતાં પણ, એ કારણને હેય જ માનતા હોવાથી, એ કારણેને રસ નહિ હેવાથી, ઘણાએ દુર્ગતિમાં નથી ગયા અને સુગતિને પામ્યા છે. આથી,