________________
૨૫૦
ચાર ગતિનાં કારણે
પણ કેટલાક વહીવટદારાને જાણી જોઇને આ કરવું છે. આ અંગે એક વાર હીલચાલ ઉપડી હતી. કેટલાક જૈનો એવા નીકળેલા કે-દેરાસરમાં જઇને તાર કાપી આવે. હથિયાર સાથે લઈને જાય અને વીજળીના સમય તાડી નાખે. એ ત્રણ વાર એવું થયું, એટલે એમના માટે ચાકીએ મૂકાઇ. તે વખતે આચાર્ચીના અભિપ્રાયા પણ મંગાવાએલા અને બધાએ વીજળીના દ્વીવાએ શ્રી જિનમન્દિરાદિમાં નહિ જોઇએ, એવા અભિપ્રાય આપેલા. એ અભિપ્રાયા પ્રગટ પણ થઈ ગયા છે. એટલે, આ સંબંધમાં પ્રયત્ના નથી થયા એમ નહિ, પણ આ તા વધતું જ ચાલ્યું.
સ૰ પણ વીજળીના દીવામાં ખર્ચ ઓછું આવે ને ? ધી ૧૩૫ રૂપીયે મણુ થઈ ગયું !
ન થાય એવું કરીને ખર્ચ ઘટાડવાનું કહ્યું કોણે? પહેલાં દેરાસરમાં જ્યારે ઘીના દીપકાની રાશની થતી, ત્યારે સાક્ષાત્ દેવલેાકના જેવું દેરાસર લાગતું. પંચરંગી ઝુમ્મર, હાંડીએ વગેરેમાંથી ઘીના દીપકાની મીઠી, ઠંડી રેાશની પ્રગટતી અને વાતાવરણ આહ્લાદમય બની જતું. જે દર્શન કરવા જાય, તેને એસી જવાનું મન થતું. આજે દર્શન કર્યો કે ઝટ નીકળ્યા, એવું માટે ભાગે થઈ ગયું છે. ૧૩૦-૩૫ રૂપીએ મણુ ઘી થયું, તેમાં ઘરમાં જેટલું ઘટાડયું હાય તેટલું અહીં ઘટાડયું હાત, તે વાત જુદી હતી; પણ ૧૩૦-૩૫ રૂપીએ મણ ઘી થયું એટલે ઘર માટે ઘી લાવવું હોય તે, બહુ ચાકસાઈથી લાવે છે અને દેરાસર માટે ‘ ગમે તેવું પણુ ઘી છે ને ?' –એમ કરીને, ઉઠાવી લાવે છે. હમણાં હમણાં તા, ધર્મસ્થાનાને અંગેની ભાવના જ કેાઈ વિચિત્ર થતી જાય છે.