________________
પહેલે ભાગ
૨૪૯ કુવા હેત તે આટલી પંચાત હેત? પહેલાં કુવા પૂરવાની બેવકૂફી કરી અને હવે ઉઘાડવા માંડ્યા છે. કુવા, નદી વગેરેનું પાછું વપરાતું, ત્યારે પાણીને આરંભ આજના આરંભ કરતાં સમા ભાગે પણ નહિ હોય ને? આજે તે, નળ નીચે માથું અને ઉપર નળ ખૂલ્લો - શેર પાણીની જગ્યાએ ૫ શેર પાણી વપરાય ને? એ પાણીના નિકાલ માટેનું પાપ પણ કેટલું? કુવા વગેરેમાંથી પાણી લાવવાનું હોત, તે બાઈઓ પણ ઓછું પાણી વાપરવાનું કહેત, કેમ કે-મજુરી કરવી પડે અને માથે લાવવું પડે ! | ઘરમાં તે મહારંભને કાયમી સંબંધ જોડી દીધો, પણ શ્રી જિનમન્દિરાદિમાં ય એ પાપ ઘાલી દીધું. વીજળીના દીવા પણ આવ્યા અને નળ પણ આવ્યા ને? દેરાસરમાં વીજળીના ગળ પણ કેવા રાખવા માંડ્યા છે? બરાબર ભગવાનની સામે જ રાખે અને તે પણ ભારે પ્રકાશના રાખે. પ્રકાશ એટલે બધો હોય છે કે–મૂતિનું લાવણ્ય અને આંગીની મનહરતા મારી જાય. તમારી સામે કેઈએ એટલા દીવા ધર્યા હોય, તે તમે ભાગી જ જાવ. પહેલાં દીપક રહેતા તે હાલતા-ચાલતા અને પ્રકાશ સૌમ્ય એટલે મૂર્તિનું લાવણ્ય ખીલી ઉઠતું અને આંગીના ચળકાટનાં સ્થાને બદલાયા કરે, એટલે બધું ઝગમગ થયા કરે. વીજળીના દીવાઓમાં આંખ કરવી મુશ્કેલ બને, ગરમી પણ વધે અને પછી ભાવવૃદ્ધિમાં ઉણપ આવે, તેમાં નવાઈ પણ શી છે? ઉપરાન્ત, જોખમ ઘણું અને મહારંભ સાથે હંમેશનું જોડાણ!
સ. આ બાબતમાં ઉપયોગ અપાય તે ફેર પડે. ઉપયોગ નથી અપાય અગર નથી અપાતો એવું નથી,