________________
૨૪૮
ચાર ગતિનાં કારણે ન હોય, તે જ વીજળીના દીવા ન હોય. આ તો પ્રાસંગિક વાત થઈ. આપણે તે, સાંસારિક મહારમ્ભને વિચાર કરી રહ્યા છીએ. મહારત્ને ખૂબ જ વધી રહ્યા છે, એમ તો આજે કેઈને ય કબૂલ કરવું પડે તેમ છે. આમ શાથી બને છે? મહારમ્ભનો ડર ગયો, માટે ને ? | ગૃહસ્થને આરંભાદિ કરવા પડે, તે પણ એમાં એની હેયબુદ્ધિ જીવતી હોય, તો મહારંભ તરફ મન વળે નહિ ને? કદાચ મહારંભ કર પડે, તો ય હૈયે એનું કેટલું દુઃખ હોય? મહારમ્ભ, એ પણ નરકના આયુષ્યના આશ્રવનું એક કારણ છે, એમ જાણીને આજે તમે મહારંભને મૂકી દેશે ? મહારંભ નહિ કરનારાઓને પણ, મહારંભમાં ભાગ તે છે ને? હવે તમે બધા શેરે કાઢી નાખવાના ને ? મહારંભને કઈ શેર ખરીદવાના નહિ ને? ઘરમાં કે મંદિરમાં વીજળીની બત્તી આવી, એટલે અહીંની બત્તી માટે કારખાનું ચાલુ રહેવું જોઈએ, એમ થાય ને? બટન દબાવ્યું ને બત્તી થઈ નહિ, તે મનમાં શી અસર થાય? “કારખાનું કેમ બંધ થયું ?, શું બગડી ગયું ?, ઝટ ચાલુ થાય તો સારું ”—એમ થાય ને? જ્યાં બત્તી ચાલુ થાય, એટલે “ઠીક થયું” એમ થાય ને? ત્યારે એ કારખાનાનું પાપ તમને પણ લાગે કે નહિ?
એ તો કહે કે–તમે આટલા બધા આઝાદીના પ્રેમી, ને આટલી બધી ગુલામી ક્યાંથી ખરીદી લીધી ? દીવામાં પરાધીન ! પવનમાં પરાધીન ! પાણીમાં ય પરાધીન ! આજે ઠામ ઠામ ચકલીઓ થઈ ગઈ, પણ જે દિ' પાણી ખૂટશે તે દિ મારી નાખશે ને? કઈ વાર વીજળીના કારખાના ઉપર તવાઈ આવે, તે વગર મતે મરવાને વખત આવે ને?