________________
પહેલા ભાગ
તેમ એ મહારંભના પાપથી અંધાય.
૨૪૭
સ૦ શેર તેા વ્યાજ ઉપજાવવાને માટે રાખીએ છીએ; તેમાં કારખાનાનું પાપ કેમ લાગે ?
કારખાનું સારૂં ચાલે છે, એવા સમાચારથી રાજી થાવ કે નહિ ? કારખાનું ખાટન કરે, એવી ઇચ્છા થાય ખરી કે નહિ ? કારખાનું બંધ થઈ જાય નહિ, એવું મનમાં ખરૂં ને ? ત્યારે વ્યાજ માટે મનને કેવા ભયંકર પાપામાં ચેાજી દીધું છે ? સ૦ એમ તા દેરાસરના પૈસાનું વ્યાજ ઉપજાવવાને માટે પણ શૂરા લેવાય છે.
એવી રીતિએ દેરાસરના વહીવટ કરવાનું કહ્યું કાણું ? દેરાસરના અને દેવદ્રવ્યના વહીવટ કેમ કરવા, એ માટે શાસ્ત્રમાં તે ઘણું કહ્યું છે, પણ ન સાંભળે ત્યાં કરવું શું ? એક તેા, વ્યાજ વધારે ઉપજાવવાના ખાટા માહ વચ્ચે અને સાથે સાથે ‘ મારા વહીવટમાં દેરાસરની મુડી આટલી વધી ’–એમ કહેવાય, તેના માહુ વચ્ચેા; એટલે, બીજું જોયું નહિ અને મુડી વધારવાનું જ લક્ષ્ય રાખ્યું. દેરાસરમાં શું કરવું જોઈ એ અથવા બીજાં દેરાસરેને કેવા પ્રકારે સંભાળવાં જોઈએ, એના વિચાર કેટલાએ કર્યાં ? જો દેવદ્રવ્યના ખરાખર ઉપયાગ કરવામાં આવે, તે આજે કેટલેક ઠેકાણે દેરાસરામાં મુડી દેખાય છે, તે મુડી દેખાય શાની ? પણ, દેરાસરોના વહીવટ, માટે ભાગે સ્વચ્છન્દ્વપણે જ થવા લાગ્યા છે.
શ્રી જિનમન્દિર આદિ ધર્મસ્થાનેામાં કાયમી આરંભ નહિ કરવા જોઈએ-એમ વારંવાર કહેવાય છે, પણ એ તરફ લક્ષ્ય અપાતું નથી અને વીજળીના દીવા રાખવાની પ્રવૃત્તિ વધતી જ જાય છે. એ સ્થિતિ આવવા માંડી છે કે સગવડ