________________
૨૪૬
ચાર ગતિનાં કારણેા
'
એટલે મહા આરંભ ખરાબ લાગે કે સારે લાગે ! એનાથી મળતી નામના ગમે, તે એ મહા આરંભ ખરાબ ન લાગે પણ સારા લાગે. ‘મારે આટલી પેઢીએ છે અને મારે પેઢીએ છે માટે લાક મને પૂછે છે; બાકી, પેઢીએ ન હોય તે પૂછે કાણુ ?” –એમ થાય, એટલે એ ગમે છે એમ નક્કી થાય. આ એકક્રમ છૂટે? આજે તમે ભલે મહા આરંભને મૂકી દઈ શકે નહિ, પરન્તુ મહા આરંભ નરકે લઇ જનાર છે—એ વાત હૈયે રહેવી જોઈ એ. મહા આરંભ નરકે લઈ જઈ શકે તેમ છે, એ વાતના ખ્યાલ આવે, તેા ‘ કયારે હું આનાથી છૂટી જાઉં ? કયારે હું આને એશ કરી નાખું ? ’–એવી એવી ઈચ્છાએ જાગે. મહા આરંભ તજવા જેવા છે—એમ લાગે અને ‘ મહા આરંભમાં હું પડ્યો છું તે ઠીક નથી ’–એમ લાગે, તેા ઘણા માનસિક પાપથી બચી શકાય. જે આરંભમાં ઘણા જીવાની હત્યા થતી હોય, તેવા આરંભને મહા આરંભ કહેવાય છે. ૧૫ કર્માદાન વગેરે મહારંભમાં ગણાય. જેમાં ઘણાં કઠેર કર્મો કરવાં પડતાં હોય, જેમાં ઘણા જીવાને ત્રાસ ઉપજતે હોય, જેમાં ત્રસ જીવેાની ભારે હિંસા થતી હોય—એ વગેરે ધંધાઓ, મહારંભમાં ગણાય. કારખાનાં વગેરે મહારંભમાં ગણાય. મહારંભ નહિ કરવા છતાં પણ, મહારંભમાં હિસ્સા હોય, એવાએ આજે તેા ઘણા છે ને ? શેર હોલ્ડર, એ મહારંભના હિસ્સેદારા છે. જે કારખાનાના શૅર હોય, તે કારખાનાની કમાણીમાં રાજી થાય અને એ કારખાનું ખૂએ તેમાં નારાજ થાય. કારખાનું વધારે કમાણી કયારે કરી શકે ? વધારે વખત ચાલે તા ને ? જેમ જેમ ઉત્પાદન વધે, તેમ તેમ આ રાજી થાય અને જેમ જેમ રાજી થાય, તેમ