________________
પહેલે ભાગ
૨૫
જમણવાર માટે કરે અને પાણીનું પીપ કે કેઠી ભરી મૂકે, એટલે બધા એમાં એઠા લોટા–પ્યાલા ડાળે ને જીવહિંસા થાય ! થેડો ખર્ચ વધારે કરે, તે સૌ સુખે જમી શકે અને કેટલી ય હિંસાથી બચી શકાય; પણ કહેશે કે–એ વાત નહિ ! તમે કહો તો જમણ માટે બે ચીજ વધારે બનાવે, કેમ કેએ સમજે છે કે બે ચીજ વધારે બનાવીએ, એમાં આબરૂ છે; પણ વ્યવસ્થાને માટે ખર્ચ વધારે કરવાની વાત પ્રાયઃ કાને ધરે નહિ. કહે કે-એ તે એમ જ ચાલે. એ શું સૂચવે, છે? કઈ જીવની હિંસા ન થઈ જાય તેની કાળજી નથી, એમ જ ને? આવી સ્થિતિ નહિ જોઈએ. મનનું વલણ જેમ બને તેમ હિંસાથી બચવા તરફનું દેવું જોઈએ. ત્યારે, હવે તો તમારે નિર્ણય ને કે-હું મારા સ્વાર્થને માટે કે બેદરકારીથી પણ મારું ચાલે ત્યાં સુધી તો પિચેન્દ્રિય જીવને વધ કરું નહિ, પંચેન્દ્રિય જીવને વધ કરાવવામાં ભાગ લઉં નહિ અને કેઈ પંચેન્દ્રિય જીવને વધ કરે, અગર પંચેન્દ્રિય જીવને વધ કરાવે, અથવા તો કઈ પંચેન્દ્રિય જીવને વધ થઈ જાય, તો તેને સારું થયું એમ પણ હું માનું નહિ!? મહું આરંભના હિસ્સેદારે : શ્રી જિનમન્દિરના વહીવટ
અને વીજળીના દીવાઓ : નરકના આયુષ્યના આશ્રવનું પહેલું કારણ “પંચેન્દ્રિયપ્રાણિ-વધ” છે અને બીજું કારણ “મહા આરંભ” છે. મહા આરંભ, આજે તે, તમને મોટું સ્થાન અપાવનાર છે ને ?
જ્યાં એમ લાગે કે-આના યોગે જ દુનિયામાં મોટું સ્થાન મળે તેમ છે અથવા મારી નામના મહા આરંભને લીધે છે,