________________
૨૪૪
ચાર ગતિનાં કારણે હિંસાને દોષ લાગે. તમે કોઈને મારવાને માટે પથરે માર્યો અને એને એ પથરે કદાચ ન પણ વાગ્યો, તે ય તમને તે પથરે મારવાનું પાપ લાગે જ.
સ, કઈ વખતે ડરાવવાને ઉગામીએ તો ? ડરાવવા પૂરતે હાથ ઉગામે અને મારવાને ઈરાદે ન હોય તે હિંસાનું તેવું પાપ ન ય લાગે. શ્રી જૈન શાસન પરિણામ ઉપર તે ખૂબ ભાર મૂકે છે. કેઈને ય મારવાની ઈચ્છા નથી અને કોઈ અમારી ભૂલે ન મરી જાય-એની કાળજી છે, એટલું જે તમે કહી શકે, તે એ તમારે માટે ઘણું સારું કહેવાય. આપણે ત્યાં, જયણાએ ધર્મ કહ્યો છે. મંદિર, ઘર આદિ બધાવનાર જિન હોય, તે દેખાઈ આવે કે-જૈન બંધાવે છે, કેમ કેયતના ચાલુ જ હોય. સંસારમાં રહ્યા છે, એટલે મકાન બનાવવાને પ્રસંગ આવે, પણ યતના જાળવી શકાય કે નહિ? કદાચ છેડે ખર્ચ વધી જાય, એટલું જ ને? પણ, તેમાં કેટલા જીવોની હિસાથી બચી જવાય અને યતના અગે હૈયામાં જે હિંસાથી બચવાને પરિણામ આવતું હોય, તેનાથી કેટલે બધે લાભ થઈ જાય ? એવા પણ જેને છે, કે જેમને મકાન બાંધવાનું કામ કઈ સગા સેપે અને સંસારમાં રહ્યો હોય એટલે ના પડાય તેમ હેય નહિ, તે કહે કે-૫૦ હજાર મકાન બાંધવાના ગણતા હે, તે ભેગા ૧૦ હજાર વધારે મારી યતનાના ગણી લેજે! યતના પાળતાં જે ખર્ચ વધશે, તે ભેગવવાની તૈયારી હેય, તે મને આ કામ ઍપ !” જયણામાં ૧૦ હજાર વધારે ખર્ચ, તે તમારી દષ્ટિએ તો ગડે ગણાય ને ? આજે તે કહે કે બંગલે લાખને બદલે સવા લાખને કરે, પણ યતનાને ખર્ચ કરવાની વાતમાં મુશ્કેલી !