________________
૨૪૯
પહેલો ભાગ ગાળ દઈ શકાય નહિ, તેના ઉપર હાથ ઉપાડી શકાય નહિ, પણ મનમાં શું થયા કરે ? નબળા માણસે કરી કાંઈ શકે નહિ, પણ મનથી પાપ બાંધ્યા કરે ને ? ત્યારે મનથી પાપ ન બાંધ્યું હોય તે વાંધે શું આવે?” આવી આવી વિચારણાઓ કરે, તે મન ફરી જાય અને મન ફરે, તે પાપ ઘણું ઘટી ગયા વિના પણ રહે નહિ. આરંભને દોષ તે લાગે જ છે, પણ અયતનાને દેષ કેમ
વહેરે છે? એટલું જ નક્કી કરી લે કે-“મારે પંચેન્દ્રિય પ્રાણિના વધથી અળગા જ રહેવાને પ્રયત્ન કર્યા કરે છે તે પણ ઘણે ફેર પડી જાય. ધારે કે-સંસારમાં છે અને સુખી છે એટલે સ્થિતિને અનુકૂળ બંગલે બંધાવવાની ઈચ્છા થઈ. બંગલો બંધાવતાં આરંભનું પાપ તે છે જ, પણ એમાં અયતનાનું પાપ ન પેસી જાય, તેની કાળજી ખરી ? બંગલે બંધાવે ખરા, પણ બધું કામ યતનાપૂર્વક થાય, તેની કાળજી રાખે ખરા? હિંસાથી બચવાને ભાવ હેય, તે યતનાની ઉપેક્ષા ન હેય. તમે સાધુ થતા હે, અલ્પ પરિગ્રહી થતા હે, તો અમે રાજી; પણ ધારે કે-અત્યારે તમે એ બધું કરી શકે તેમ નથી, છતાં પણ તમે નરકે ન ચાલ્યા જાવ, આટલે સુધી આવીને, એ માટે આ વાત છે. બાઈ ચુલે સળગાવે અને તેમાં લાકડાં મૂકે-તે પાપ તે છે જ, પણ લાકડાંને જોયા વગર મૂકે તે ? આરંભ સાથે અયતનાને દોષ પણ લાગે ને ? જીવ મરે તે જ હિંસાનું પાપ લાગે, એ નિયમ નથી. રાખવા જોગી કાળજી ન રાખીએ અને હિંસાની ઉપેક્ષા સેવીએ, તે ય