________________
૨૪૨
ચાર ગતિનાં કારણે છે? જો મારે આવી કાયા હોત, તો આમાંના એકને પણ હું છેડત નહિ!” અને એ હિંસકભાવમાં રમણ કરતા કરતે, એ તંદુલીયે મત્સ્ય ત્યાંથી મરીને સીધે સાતમી નરકમાં જાય છે. એ તંદુલીયા મસ્ત્રનું આયુષ્ય કેટલું ? અંતર્મુહૂર્તનું ! એનું શરીર કેવડું? ચેખા જેવડું ! આયુષ્ય ટૂંકું અને શરીર નાનું, છતાં એ જીવ સાતમી નરકે જાય છે ! શાથી? માત્ર હિંસા કરવાની વિચારણાથી જ, હિંસાના પરિણામમાં રહેવાથી ! જગતમાં જેટલાં પાપ મનથી થાય છે, તેટલાં પાપ વચનથી અને કાયાથી થતાં નથી. વચનથી અને કાયાથી પાપ બાંધનારાઓના કરતાં, મનથી પાપ બાંધનારાઓ ઘણા ! એટલે, માત્ર મન પણ જો સુધરી જાય, તે પણ ઘણાં પાપથી બચી જવાય !
સવ મન સુધરે શી રીતિએ ?
ટેવ પાડે. સારા વિચારો કરે. કેઈના ય મરણનો ભાવ આવે, એટલે ઝટ વિચારવું કે-“આપણા મરણને કઈ છે તે આપણને કેવું થાય? દુઃખ થાય ને? તે, જેવી મારી સ્થિતિ થાય, તેવી સ્થિતિ બીજાના મરણને હું ઈચ્છું, તે તેની પણ થાય ને? માટે, મારે કોઈના ય મરણને ઈચ્છવું નહિ !” વળી વિચાર કરો કે “એનું મરણ મેં ઈચ્છયું એટલે કાંઈ એ મરી ગયે નહિ અને મને તો એના મરણનું પાપ લાગ્યું જ!” આટલો વિચાર આવે, તો ડાહ્યાનું મન ફર્યા વિના રહે નહિ. બીજુ-“હું ઈચ્છું તે હું કરી જ શકવાનો છું, એમ પણ નથી! મારાથી કરી શકાવાનું કાંઈ નથી અને પાપ જરૂર બંધાવાનું છે. સામે બળવાન આદિ હોય, તે આપણને તેના તરફ ગમે તેટલો ગુસ્સો આવે, તો પણ તેને