________________
પહેલે ભાગ -
૨૫૧ આપણી વાત તે, મહારંભ એનરકનું કારણ છે એ હતી. મહારંભ છૂટે તે ઘણું સારું, પણ મહારંભથી મૂકાઈ શકાય તેમ ન હોય, તો ય તેને રસ તે રાખવો જ નહિ. મહારંભને રસ જાય, એ માટે વિચાર કરવો કે “જીવવું શેડું ને આ બધું શું કરવા? મારા મનના તેષને માટે, કેટલા જીવોની હિંસામાં મારા સંબંધ? ક્યારે આનાથી છૂટાય ?” ધન સંબધી શ્રાવકની ઈચ્છા:
મહારંભ જેમ નરકના આયુષ્યને આશ્રવ કરાવનાર છે, તેમ મહા પરિગ્રહ પણ નરકના આયુષ્યને આશ્રવ કરાવનાર છે. તમે પરિગ્રહી તે છે જ, કેમ કે–ધન અને ધાન્યાદિ પરિગ્રહના તમે સ્વામી થઈને બેઠા છે. ધન-ધાન્યાદિ નવ પ્રકારના પરિગ્રહ સાથે, તમારે સ્વામી તરીકેનો સંબંધ છે ને? એને મેળવવાની, રાખવાની, સાચવવાની ઈચ્છા અને મહેનત ચાલુ છે, એટલે, તમે પરિગ્રહી તે છે, પણ તમારે પરિગ્રહ કેટલું છે? અલ્પ કે મહા ? અલ્પ પરિગ્રહવાળાને પણ મહા પરિગ્રહની ઇચ્છા છે અને જે મહા પરિગ્રહવાળા છે, તેને હજુ તેમને પરિગ્રહ અલ્પ લાગે છે. પરિગ્રહ એ પાપ છે, એમ લાગે છે? હિંસા, અસત્ય, ચેરી–એ વગેરેને પાપ માનનારા તે હજુ ઘણા છે, પણ પરિગ્રહને પાપ માનનારા કેટલા? શ્રાવક સંસારમાં બેઠે છે, એટલે એને પરિગ્રહ વિના ચાલે નહિ, પણ શ્રાવકની ધન સબંધી ઈચછાની શાસ્ત્રકાર મહાત્માઓએ મર્યાદા બાંધી આપી છે. અતિ ઉના ઘીથી ચેપડેલું અનાજ અને સાંધ્યા વિનાનું વસ્ત્ર-આટલું સુખપૂર્વક ખાઈ અને પહેરી શકાય, તેથી અધિક ધનની ઈરછા શ્રાવકે કરવી