________________
-૨૫૨
ચાર ગતિનાં કારણે
જોઈએ નહિ.
સ૦ ઘર વગેરે ન જોઈએ ?
આમાં, રહેવા માટે જોઈતા ઘર આદિને સમાવેશ પણ થઈ જ જાય છે. શ્રાવકને ઘર તે હેય જ, એમ સમજીને ચાલવાનું છે. સંસારમાં રહેલાને રહેવાને માટે ઘર તો જોઈએ ને ? ઘર સ્થિતિ મુજબનું સમજી લેવાનું. એટલે, શ્રાવકે ઘર નહિ રાખવું–એ વાત આમાં નથી, પણ અહીં તો વાત એ છે કે-શ્રાવકની ધન સંબંધી જે ઈચ્છા, તેનું પરિમાણ કયું? ધનની ઈચ્છાનું આ પરિમાણ છે. ઘરમાં ધન કેટલું રાખવાનું? ખાવાને માટે અતિ ઉના ઘીથી ચેપડેલું અનાજ અને પહેરવાને માટે સાધ્યા વિનાનું વસ્ત્ર મળી રહે, એથી અધિકની જેટલી ઈરછા, તે કેવળ લેભનું જ નાટક કહેવાય. એથી અધિક ધન રાખે, તે શ્રાવક કહેવાય જ નહિ-એમ પણ નથી; અને જે શ્રાવક હોય, તેને એથી અધિક ધનની ઈચ્છા થાય જ નહિ અગર તો એથી અધિક ધનની ઈચ્છા થાય એટલે શ્રાવકપણું જાય જ—એવો નિયમે ય નથી; પણ એથી અધિક ધનની ઈચ્છા જે શ્રાવક કરે, તે તેને માટે તે ગેરવ્યાજબી જરૂર ગણાય. અધિકની ઈચ્છામાં અને જરૂર પૂરતી ઈચ્છામાં ફેર છે. જરૂર પૂરતી ઈચ્છા રહે, તેમાં પતનને એટલે પરિગ્રહમાં ઉપાદેયબુદ્ધિ આવવાને સંભવ ઓછો અને અધિકની ઈચ્છામાં પરિગ્રહમાં ઉપાદેયબુદ્ધિ ઉત્પન્ન થઈ જવાને સંભવ ઘણે. શ્રાવક, એટલા થોડા પણ ધનની જે ઈચ્છા કરે, તે એવી રીતિએ કરે કે-“પરિગ્રહ એ પાપ છે, હાલ હું સાધુ થઈ શકું તેમ નથી અને શ્રાવક તરીકે રહીને મારાથી ભીખ માગીને જીવાય નહિં; માટે, મારે આટલું ધન મેળવ્યા અને રાખ્યા