________________
૪૬
ચાર ગતિનાં કારણે છે.–આવું ભાન ન થાય, ત્યાં સુધી વિકૃત સ્વરૂપને ટાળવાની અને પિતાના સ્વરૂપને પ્રગટ કરવાની ઈચ્છા થાય શી રીતિએ ? જેને પોતાને સંસારપર્યાય ખટકે અને પિતાના મોક્ષસ્વરૂપને પામવાની ઈચ્છા થાય, તે જ મોક્ષને પામી શકે. સંસાર ખટક્યા વિના, ગમે તેટલી ક્રિયાઓ કરાય તો પણ, મેક્ષ થાય નહિ. આપણને સંસાર ખટકે છે ખરે? અને ખટકે છે, તો ક્યારે ખટકે છે? સંસાર ખટકે છે તો ખરે, પણ તે તકલીફ આવે ત્યારે ને? અનુકૂળતા મળે તો સંસાર ખટકતો નથી, પણ સારે લાગે છે. ત્યારે, એ સંસાર ખટક્યો–એમ ન કહેવાય. સુખમાં, અનુકૂળતામાં પણ સંસાર ખટકે, આત્માનું વિકૃત સ્વરૂપ ખટકે, તો જ એને સંસાર ખટક્યો એમ કહેવાય. જ્યાં સુધી વિકૃત સ્વરૂપ ખટકે નહિ, ત્યાં સુધી સાચા સ્વરૂપને પામવાની ઇરછા જન્મ નહિ અને સાચા સ્વરૂપને પામવાની ઈચ્છા જમ્યા વિના, શ્રી અરિહંતાદિ પાંચે ય પરમેષ્ઠિઓ જેવા રૂચવા જોઈએ, તેવા રૂચે નહિ. શ્રી અરિહંતાદિ પાંચે ય પરમેષ્ઠિઓને નમસ્કારાદિ કરવા છતાં, એ પાંચની ઓળખ કેટલી? અને સાચી ઓળખ ન હોય, તે એ તારકેને નમસ્કાર કરતાં પણ જે ભાવ આવે જોઈએ, તે ભાવ આવે શી રીતિએ? શ્રી અરિહન્તાદિ પાંચે ય પરમેછિએના સ્વરૂપની વાતને વિચારે, તો એમાંના એકમાં પણ મેક્ષની વાત આવ્યા વિના રહે નહિ; એટલે, સંસાર ખટક્યા વિના અને મોક્ષ રૂચ્યા વિના, શ્રી અરિહંતાદિ પ્રત્યે સાચે ભક્તિભાવ પ્રગટે જ શી રીતિએ ? પરમેષિઓ પ્રત્યે બહુમાન કયારે પ્રગટે ?
શ્રી અરિહંતાદિને તમે જે નમસ્કાર કરે છે, તે શા