________________
પહેલે ભાગ
૪૭
માટે કરો છો ? એ તારકેને નમસ્કાર કરવાની સાથે, એ તારકને ઓળખવાને પ્રયત્ન પણ ખરો ?
સ, બહુમાન છે માટે નમસ્કારાદિ કરીએ છીએ.
એ તારકો પ્રત્યે બહુમાન થવાનું કારણ શું? અને જ્યાં બહુમાન હોય, ત્યાં આછી પણ ઓળખ હોય; તેમ જ, ઓળખવાને વિશેષ વિશેષ પ્રયત્ન પણ ચાલુ હેય.
સ. એમનું સ્થાન ઉંચું છે.
કેઈનું સ્થાન ગમે તેટલું ઊંચું હોય, પણ આપણને કામ ન લાગે તે આપણને તેની કિંમત કેટલી? આપણે એ સ્થાન તરફ બહુમાન રાખવાનું કારણ શું? એમનું સ્થાન ઉંચું શાથી? શ્રી અરિહંત પરમાત્માએ તારક મોક્ષમાર્ગને પ્રગટાવ્યો, શ્રી સિદ્ધ પરમાત્માની અવસ્થા શ્રી સિદ્ધિગતિને પામવાની પ્રેરણા આપે છે અને શ્રી આચાર્ય આદિ મુનિવરે એ મોક્ષમાર્ગના પાલક, પ્રચારક અને પાઠક તથા એની સાધનામાં સહાયક થનારા છે, માટે જ પાંચે ય પરમેષિઓનું સ્થાન ઉંચું છે ને? આ પાંચ પ્રત્યે બહુમાન પ્રગટે, એટલે એ સ્થાનને પામવાની ઈચ્છા પ્રગટે જ; અથવા તે, એ સ્થાનને પામવાની ઈચ્છા જમે, એટલે આ પાંચના સ્વરૂપને ખ્યાલ આવતાં, આ પાંચ તરફ બહુમાન પ્રગટ્યા વિના રહે જ નહિ. બહુમાન એટલે હદયને આદરભાવ. જે સ્થિતિને બીજા પામ્યા હોય, તે સ્થિતિ આપણને ગમે, તે સ્થિતિ પામવા જેવી લાગે, તે જ તેમના પ્રત્યે આદરભાવ પ્રગટે ને? પાંચ પરમેષ્ટિએ જે સ્થિતિને પામ્યા છે, તે સ્થિતિ જ કલ્યાણકારી છે-એમ જે લાગતું હોય, એ સ્થિતિને પામવાની જે અભિલાષા હોય અને આપણી અત્યારની સ્થિતિ આપણને જે ખટકતી હોય,