________________
૪૫
પહેલે ભાગે છતાં પણ, જ્યારે જુઓ ત્યારે એ પ્રસન્નમુખ જ જણાતા. એટલો તપ અને સાથે અપ્રમાદ પણ એ. એમની કઈ કિયા સીદાતી નહિ. શાથી? તેમણે ઈચ્છાને કચડી નાખી હતી! શરીરબળ ખરું, પણ ઈચ્છા જો કચડાઈ ગઈન હેત, તે અપ્રમાદથી એટલી તપશ્ચર્યા થાત નહિ. આપણને તો વગર ભૂખે પણ ખાવાનું મન થાય છે. નક્કી કરે કે–ભૂખ લાગ્યા. વિના તે ખાવું જ નહિ. જે જોવાનું મન થાય તે જોવું નહિ અને જે ખાવાનું મન થાય તે ખાવું નહિ, આટલો નિયમ કરે છે? જે માત્ર છ મહિના સુધી પણ આ અભ્યાસ કરે, તે લાગે કે-દુઃખ ગયું. ભૂખ લાગ્યા વિના ખાવું નહિ -એટલું જ નહિ, પણ જ્યાં સુધી ખાધા વિના ચાલે, ભૂખ પીડીને પ્રમાદ લાવે નહિ, ત્યાં સુધી ખાવું નહિ-આવી ટેવ પાડે, તે જીભની આધીનતા ટળે ને ? પેટ માગતું હોય, એટલે તે જે મળે તે ચાલે ને ? પણ, પાપ કરાવનારાં કર્મોને કાઢવાં હોય, તે ને? પાપ કરાવનારાં કર્મોને કાઢવાં છે–એ નિર્ણય કરે અને જરૂરી અભ્યાસમાં લાગી જાઓ, તો દુખ તમને અડે નહિ અને મેક્ષ તમારી રાહ જુએ. શ્રી સિદ્ધિ ગિરિજીની યાત્રાએ આવીને, આ નિર્ણય અવશ્ય કરવો જોઈએ. આટલે મોટો આંટો, આટા માટે નહિ થઈ જવું જોઈએ.. સંસાર ખટક્ય એમ કયારે કહેવાય?
અહીં શ્રી સિદ્ધિગિરિજીની યાત્રાએ આવીને પણ તમે જો સંસારના સુખ તરફ જ લક્ષ્ય આપ્યા કરે, તે આવી સારી યાત્રા પણ ફળે શી રીતિએ? સંસાર, એ તે આત્માનું વિકૃત સ્વરૂપ છે અને મોક્ષ, એ જ આત્માનું સાચું સ્વરૂપ,