________________
૪૪
ચાર ગતિનાં કારણે સદાય ને? આ જગત્ મેટું યંત્ર છે. આમાં જેટલા ઝંપલાય, તેટલા કપાઈને સાફ થઈ જાય. જે સાવધ રહે, તે જ બચે. યંત્રો ચલાવનારા ધોતીયાને બદલે પાટલુન પહેરે છે. કેમ? ભૂલથી પણ યંત્રમાં છેડે આવી જાય તે જાન જાય, એમ સમજે છે. સંસાર તે, દુનિયાનાં ભયંકરમાં ભયંકર ચક્રોથી પણ મહા ભયંકર ચક છે. ઈરછા થઈ, પુણ્ય હોય ને પૂરી થઈ કે તરત બીજી ઈચ્છા થવાની. જેમ બટન દાબે તો જ પેલાં યન્ત્રો બંધ થાય, તેમ સંસારચક્રને બંધ કરવાને માટે ઈચ્છાના બટનને દાબે તે જ કામ થાય. દુનિયાનાં ચકોને તે માપ છે, પણ સંસારના ચકને માપ નથી. સંસારના ચક્રથી બચવાને માટે, શ્રી વીતરાગના ઘરમાં પેસવું જોઈએ; અને સંસારના સુખની ઈચ્છા ઉપર કાબૂ મેળવ્યા વિના, શ્રી વીતરાગના ઘરમાં પેસી શકાય નહિ. આપણે શ્રી વીતરાગના ઘરમાં પેસીએ, એટલે કર્મ માંકાણ માંડે અને આપણે આનંદ અનુભવીએ. શ્રી સિદ્ધગિરિજીમાં તો તમારાં પાપકર્મો રડે છે ને? માલિકે અમને કાઢવા માંડયાં, એમ તમારા કર્મોને લાગે છે ને ? સંસારના સુખની ઈચ્છામાં જ રમતા હશે, એની જ ચિન્તા હશે, તે રડવાનું મેહને નહિ, પણ આત્માને રહેશે. આંટો આટા માટે નહિ થવો જોઈએ:
શ્રી વીતરાગને ધર્મ કઠિન છે, પણ તે સંસારના સુખની ઈચ્છાવાળાને. દુઃખને સહવાની અને સુખની સામે નજર પણ નહિ કરવાની તાકાત કેળવે, તે આ ધર્મ બહુ સહેલે છે. શ્રી નન્દન મુનિવર મા ખમણને પારણે મા ખમણ કરતા. લાખ વર્ષ પર્યન્ત માસખમણને પારણે માસખમણ કરવા