________________
૫૨.
ચાર ગતિનાં કારણે કષાયનું જોર, નિન્દાપાત્ર લાગે જ ને? આત્માને દુષ્કતને રસ લગાડનાર કેણ છે? પુણ્યકર્મના ઉદયથી અને જ્ઞાનાવરણુંયાદિ કર્મોના ઉપશમાદિથી જે સામગ્રી અને જે શક્તિ મળી હોય, તેને દુષ્કૃતમાં ઉપયોગ કરવાને પ્રેરનાર કેણ છે? કહે કે-વિષયને રસ અને કષાયનું જેર. તમે તમારાં દુષ્કતોને યાદ કરે અને એ દરેકના કારણની તપાસ કરે. જે વિષયને રસ ન હોત અને કષાયનું જોર ન હોત, તો તમારાથી થયેલાં દુષ્કૃત પિકી એવું કયું દુષ્કૃત છે, કે જેને તમે આચર્યું હોત? ત્યારે દુષ્કત જેને નિન્દાપાત્ર લાગે, તજવા જેવું લાગે, તેને વિષયને રસ અને કષાયનું જેર નિન્દાપાત્ર લાગ્યા વિના રહે? એને તજવાનું મન થયા વિના રહે? પછી, સુકૃત પણ વિષયના રસથી અને કષાયના જોરથી કરવાનું મન થાય ખરું? વિષયના રસથી અને કષાયના જેરથી જે સુકૃત કરવાનું મન થાય અગર તે કરેલા સુકૃતના બદલામાં જે વિષયસુખની અને કષાયસુખની અભિલાષા આવી જાય, તે એ ય ખટક્યા વિના કેમ જ રહે? વિષયને રસ અને કષાયનું જોર ઘટે, એ માટે સુકૃત છે ને ? જે કારણથી દુષ્કત જન્મ, તે જ કારણથી જે સુકૃત જન્મ, તે એ દુષ્કૃત અને
એ સુકૃતમાં ફેર કેટલે ? દુષ્કતથી બચાવનાર સાધનને પણ દુષ્કૃતના કારણને પોષનાર બનાવાય, તે એ સુકૃત પણ દુષ્કૃત કરતાં વધારે ખરાબી કરનાર નિવડે, તે એમાં નવાઈ પામવા જેવું શું છે? સુકૃત, એ દુષ્કતની પ્રતિપક્ષી વસ્તુ છે, એટલે દુષ્કૃતના કારણનું પ્રતિપક્ષી કારણ જ સુકૃતના આચરણમાં હેવું જોઈએ ને ? સુકૃતના સેવન દ્વારા દુષ્કૃતનું કારણ નાશ પામે, એ જ ભાવ હવે જોઈએ ને? “વિષયનો રસ અને