________________
૩૦-૫
પહેલે ભાગ અને બધે સીધી દેખરેખ રાખતા હોય, તે પછી વહિવટ એવો બની જાય કે–શ્રી જિનમન્દિરને અને ધાર્મિક ખાતાંએને વહિવટ કેમ થાય, એ શીખવાને માટે જુદાં જુદાં સ્થાનોના વહિવટદારને અહીં આવીને, અહીંને વહિવટ જોઈ જવાનું મન થાય. આજે કેટલાકોની ફરિયાદ છે કે–ઠેકાણે ઠેકાણે નિગદ થઈ જાય છે, પણ પેઢીને જે આવા ગૃહસ્થ દેખરેખ રાખવાને મળી જાય, તે પ્રાયઃ ક્યાં ય ફરિયાદ કરવાનું કારણ રહેવા પામે નહિ. આવા સુખી માણસો અહીં રહીને આમ આરાધના કરતા હોય અને દેખરેખ રાખતા હેય, તે બીજા યાત્રાએ આવનારા સુખી માણસ પાસે તેઓ ઘણું કામ કરાવી શકે. કોઈ પણ સુખી માણસને, આ કહે કે
અહીં પાંચ હજારની જરૂર છે. તે પ્રાયઃ કોઈ ના પાડે નહિ. ઊલટું, ઉપરથી કહે કે-“વધારે ખર્ચ થાય, તો તેની ચિંતા કરશે નહિ.” અને એમ જોઈએ તે કરતાં પણ વધારે રકમે મળી રહે. કેમ? સૌને ખાત્રી હોય કે-એક પાઈ પણ બગડવાની નથી. દુરૂપયેગ થશે અગર તે ગેરવલ્લે જશે, એવી શંકા ય આવે નહિ અને એમ થાય કે–જેટલાં નાણાં આમના હાથમાં સેંપીશું, તેટલાં નાણાં બરાબર લેખે લાગશે. જે આવા ૫-૨૫ ગૃહસ્થો નીકળી આવે, તો પાંચ વર્ષમાં તે શ્રી સિદ્ધગિરિજીની રોનક ફરી જાય. અહીં રહેવાનો નિર્ણય કરતાં, તમે તીર્થયાત્રાદિ ધર્મહેતુથી બહાર જવાની છૂટ રાખી શકો છે. કદાચ શરીરની બીમારીના કારણે સમાધિ ટકે તેમ ન હોય અને ડોકટર આદિની સલાહથી ઉપચારાદિને માટે અત્ર જવાની જરૂર લાગે, તે તેમ કરવાની છૂટ પણ રાખી શકો છે. જો કે–આપણે ત્યાં તે મનાયું છે કે–છેલ્લી જીદગી ૨૦