________________
૩૦૪
ચાર ગતિનાં કારણે પણ વધારે પૈસા મેકલે અને ઉપરથી એમ લખે કે-આપ નિરાંતે ધર્મ કરજે અને જ્યાં ખર્ચવાનું મન થાય ત્યાં છૂટથી ખર્ચને !” માટે, તમે છોકરાઓ આડે આવશે, એવી વાત કરશે જ નહિ. તમે તમારા મનમાંથી મમતાને કાઢી નાખે, પછી જુઓ કે-કેવો રંગ જામે છે !? ૫-૨૫ સુખી માણસે જે અહીં રહી જાય ને દેખરેખ
રાખવા માંડે તે અહીંની રેનક ફરી જાયઃ
પંચેન્દ્રિય-પ્રાણિવધ, બહુ આરંભ અને બહુ પરિગ્રહને સંગમાંથી છૂટવું હોય તે, તમારા જેવાને માટે સાધુ ન થઈ શકાય તો ય, આ સુંદરમાં સુંદર ઉપાય છે. આવો નિર્ણય કરે, એટલે તમારે માટે નરકનાં કારણે ખચીત બંધ થઈ જાય. અહીં બેઠેલાઓમાં એવા સુખી માણસે પણ છે, કે જેમના છોકરા, ઘર-પેઢી વગેરે બરાબર ચલાવે તેમ છે અને તેમાં આમની તેમને કશી જ જરૂર નથી. કદાચ ડી–ઘણી જરૂર હોય, તે ય તેને છોકરાઓ તમારી ઉંચી ભાવનાને અને દઢતાને જોઈને નીભાવી લેશે. પણ વાત એ છે કેતમને આવું કરવાનું મન થાય છે ? તમારા જેવા પ-૨૫ શેઠીયાઓ જે આ રીતિએ અહીં રહી જાય અને ધર્મકિયાએ કરવી તથા ધર્મનાં ખાતાંઓને સંભાળવાં, એ કામ લઈને બેસી જાય, તે દરેક ધર્મનાતાં તરતાં બની જાય. શ્રી સિદ્ધગિરિજીને વહિવટ વગેરે પણ ખૂબ સારા બની જાય. આવા. શેઠીયાએ જે યાત્રા કરીને આવ્યા પછી પેઢી ઉપર જઈને બેસતા હોય, તે મુનીમ વગેરે બધા સમજી જાય કે-હવે ગાદીએ ઘણી બેઠા છે. ગાદીએ રોજ ધણ બેસતા હેય