________________
૧૫૬
ચાર ગતિનાં કારણે પણ ભય પેસી ગયા છે. આવકનું વહેણ ચાલુ હોય તે વધારે ઉદારતાથી કામ થાય, પરંતુ આજે એ વિચાર કરવા જે છે કે-ભૂખને ભય, એ બધા કરતાં મોટે ભય છે. તમને તે માત્ર સંપત્તિ ઘટવાને ભય છે, જ્યારે ભૂખ્યાને તે ભૂખે મરી જવાનો ભય છે. એ ભય પાસે, તમારા ભયની કાંઈ કિંમત નથી. આથી નકકી કરે કે–તમારાથી શક્ય હોય ત્યાં સુધી તમે જે ક્ષેત્રમાં છે, તે ક્ષેત્રમાં તે, કઈ જ ભૂખ્યો નહિ રહેવો જોઈએ. તેમાં ય, તમારે મન, તમારાં સાધર્મિક ભાઈ-બને તે પહેલાં જ હેય ને? એટલે, કાંઈક યોજનાપૂર્વક જે આ વિચાર થઈ જાય, તે આપણે ધર્મ એવા સુન્દર પ્રકારે થઈ જાય કે-આ ધર્મની આરાધના જીવનભર યાદ રહી જાય. કદાચ આ કામ કરવામાં મુડીને ઘસારે લાગશે, પણ તેમાં ચિન્તા કરવા જેવું શું છે? “ઘસારે લાગીને પણ ભાઈને માટે લાગતો હોય, તે તે ભેગવી લેવાની સાધર્મિક તરીકે મારી ફરજ છે”-એમ તમારે સમજવું જોઈએ. ઉપદેશથી આગળ વધવું, એ મને વ્યાજબી લાગતું નથી. સેનાની જાળ પાણીમાં નાખવાની ભૂલ કેણ કરે ? પણ તમે આટલી વાતમાં ઘણું સમજી જાવ, એવા છે ને? દરેકે દરેક જૈનના હૈયામાં, શ્રી જિનને માનનાર જૈન, કમથી કમ રટલે દુઃખી તો નહિ જ હોવું જોઈએ, એવું અભિમાન
અવશ્ય હોવું જોઈએ “આપણે સુખી હોઈએ અને આપણને કેઈએમ કહે કે-જેનેને ભૂખે મરવાને વખત આવ્યા છે; ત્યારે આપણું હૈયું ચીરાઈ જતું હોય એવું આપણે જૈન હોઈએ તે આપણને લાગ્યા વિના રહે નહિ.”—આવી મનેદશા જેમાં હોય, તે તે સ્વાભાવિક ગણાય.