________________
પહેલે ભાગ
૧૫૫
જૈન ભાઈ-એના દુઃખી હોય, છતાં પૈસા તીજોરીમાં જ પડચા રહે તેા સારૂં, એવું કેાને લાગે ? તમારા પૈસા તમારાં છેકરાં જ ખાય, નહિ તે મરતાં તમારી પથારીમાં નાખે તે સારૂં, એમ લાગ્યું છે ? આજે સુખી નેાના મનમાંથી એ નીકળી ગયું છે કે-આખા જૈન સમાજનાં છેકરાં, એ પણ અમારાં છેકરાં છે.’ સાધર્મિક તેા સગા છેકરા કરતાં ય વધારે લાગવા જોઈએ, જ્યારે ઘણે ભાગે હું ને મારાં છેકરાં સિવાય પ્રાયઃ લાંબે વિચાર નથી. આજે તે વ્યવહારમાં પણ જરા આઘેના સંબંધી માટે ય ઘસાવાની તૈયારી બહુ ઓછાની છે. આવાં કામેામાં, સુખી સામે જ આંખ જાય ને ? કેમ કે–એ મનમાં લે, તેા કામ થાય. આજે આ વિષેને ઘાંઘાટ એટલે બધા વધી ગયા છે કે–અમારી પાસે આવી વાતા વારંવાર આવે છે. દરેક ધર્મકાર્ય પ્રસંગે, આ વાત હાય જ છે. આ વસ્તુ એવી છે કે–અવસર ચેાગ્ય અને શક્તિ અનુસાર કર્યા વિના, ધર્મ દીપે નહિ. જ્યાં સુખી માણસા ધર્મ કરવાને એકઠા થયા હોય, ત્યાં સાધર્મિકા દુઃખી છે એ વાત, અમારા કાને આવે જ શાની ? અસલ તા, આખા શહેરમાં કેાઈ રોટલા માટે દુઃખી નહિ જોઇએ. ધર્મ કરવાને એકઠા થયેલા સુખી માણસા, દુઃખી માણસાને સુખી કર્યાં વિના રહે નહિ. આજે સુખી ગણાતાનું એટલું ગજું નથી. સુખી માણસે પણુ, મહાર જેટલા સુખી ગણાય છે, તેટલા અંદરખાને સુખી નથી. કહે છે કે—સરકારની પ્રથા વગેરે એવું છે કે—આજે સુખી ગણાતાઓ પણ હુ માલદાર રહ્યા નથી. આવક ઉપર મોટા અકુશે આવી ગયા છે, આવકનાં વહેતાં વહેણુ અટકી ગયાં છે કે છીછરાં થઇ ગયાં છે અને એથી, જે સુખી છે, તેમના મનમાં