________________
પહેલે ભાગ
૨૭૫
તમને ગમ ખાતાં આવડે?
તમે કઈ દિ આવી રીતિએ વધ કર્યો નથી અને પ્રાયઃ એવા પ્રસંગમાં મૂકાવાના પણ નથી, પણ તમારી પાસે એવું હૈયું છે? તમારા સંયોગે કેટલા બધા સુંદર છે? આટલા સુંદર સંયોગોમાં પણ, શ્રી કુમારપાલના હૈયા જેવું તમારું હૈયું છે કે નહિ? સંસારમાં બેઠેલાને અનેક પ્રસંગ આવે, પ્રસંગવશ અપરાધીને મારે–એમ પણ બને, પણ ગૃહસ્થમાં ગૃહસ્થાઈ હોય કે નહિ? ઉત્તમ ગૃહસ્થ તરીકે જીવવું હોય, તે હૈયું કેવું હોવું જોઈએ? શ્રી કુમારપાલ એટલા બધા બળવાન હતા, છતાં પણ અણુના વખતે ફુટી જનારા સામન્તને માટે ય, દુર્ભાવ લાવ્યા વિના એમણે મનમાં સમાધાન કરી લીધું કે-“હોય, પૈસાથી બદલાતું કેણુ નથી?” કેટલી ગમ ખાધી હશે? કઈ વખતે તમારે કેઈ નાકર તમારા ૫-૫૦ ઉપાચત કરી જાય તે? એ વખતે એવો વિચાર કરે ખરા કે- બીચારાને જરૂર પડી ગઈ હશે, માટે લીધા હશે?” અને “હવે હમણાં કાંઈ નહિ, અવસરે શીખામણ દેશું.'—આમ થાય ને? તમે તે માનેલું ને કે-એક વખત ચોરી કરી, એટલે એને સપ્તમાં સખ્ત સજા કરીએ, તે જ એ સુધરે.
સવ એવાને સુધારવાને કાંઈ કરવું નહિ ?
તમારે તે, સુધારવાની રીતનો ખ્યાલ પણ જુદે છે ને ? તમે એણે ચેરી કરી એટલું જ જુઓ કે સંભવિતતા આદિનો વિચાર કરે? તમને એમ થાય ખરું કે-જે તક આવી લાગે, તે મારા જે પણ ૫-૧૦ હજાર આઘા-પાછા કરી દે-એ સંભવિત છે, તે આ બીચારાને જરૂરના માર્યા કે