________________
२७४
ચાર ગતિનાં કારણો કુમારપાલે કઈ દિવસ કાંઈ કહ્યું નથી. એ વાત સરખી ય ઉચ્ચારી નથી. હૈયામાં ઉદારતા સાથે ગંભીરતા પણ હતી. બાકી, બળ કેટલું હતું? ઘણું! સામન્તને ગુહે પણ કે હતે? સામોને માટે આ ગુન્હા, એ બહુ ભયંકર ગુન્હો ગણાય. રાજા જે ધારે, તો બધા સામોને પીલાવી નાખે, છતાં કઈ કાંઈ બોલી શકે નહિ!
શ્રી કુમારપાલ જીતી ગયા, ત્યારે એ સામન્તના હૈયામાં તેલ રેડાયું છે. પિતાને ગુન્હ કે ગંભીર છે અને આ કે બળવાન છે, એ તેઓ સમજતા હતા, એટલે, હવે આપણને શું ય કરી નાખશે, એમ એ બધાને થતું હતું, પણ શ્રી કુમારપાલે પોતાની જીંદગીમાં એ વાત વિષે કદી પણ તેમને કાંઈ કહ્યું નથી ! શ્રી કુમારપાલે એ વાતને યાદ પણ કરી નહિ, એની એ સામન્તો ઉપર કેવી અસર થઈ હશે! પહેલાં ભૂલથી ફુટી ગયા, પણ આવું બને ત્યારે એના એ સમજે કે–સુવર્ણાદિને દેનારા સ્વામિઓ તે ઘણા હશે, પણ આ ઉદાર સ્વામી તે કઈ નહિ હોય ! એ બધા જિંદગીના નિમકહલાલ બની જાય ને ?
શ્રી કુમારપાલ યુદ્ધમાં પણ જતા અને પંચેન્દ્રિય પ્રાણિ એને વધ પણ કરતા, પણ જોવા જેવું છે એ છે કે-એમનું હૈયું કેવું હતું ? તમે એવા વધ કરનારા તે નથી જ, પણ તમારું હૈયું કેવું છે? શ્રી કુમારપાલ નરકે નથી ગયા. એમણે પંચેન્દ્રિય પ્રાણિઓને વધ કરેલો કે નહિ ?
સઘણે કરેલે.
એમ? છતાં નરકે કેમ નહિ ગયા? હૈયું વધની વૃત્તિથી પર હતું અને દયાના પરિણામવાળું હતું, માટે ને ?