________________
પહેલા ભાગ
૨૭૩
કટકા કરી નાખ્યા અને એ મને ય કટકાએ હાથીના અને કાનોમાં ખેાસાવી દીધા. પછી મહાવતને કહ્યું કે-‘હવે ઝટ કર.’
દુશ્મન રાજા અને તેની સેના જોયા કરે છે, ત્યાં તે શ્રી કુમારપાલ મહારાજા વીજળીની ઝડપે, દુશ્મન રાજાના હાથી પાસે પહોંચી ગયા અને તેના હાથી ઉપર ચઢી જઈને એની ધ્વજાને છેદી નાખી. ધ્વજાને છેદ્રી નાખીને દુશ્મન રાજાને શ્રો કુમારપાલે નીચે પટકી દીધેા. એને નીચે પટકી દઈને અને પેાતે પણ નીચે ઉતરીને એની છાતી ઉપર પગ મૂકીને, ઉભા રહ્યા.
જે મેનના નિમિત્તે શ્રી કુમારપાલને આ યુદ્ધ કરવું પડ્યુ હતું, તે બેન તરત જ ત્યાં દોડી આવી. દુશ્મન રાજાએ પણ દયા યાચી અને પેાતાની એને પણ તેના પતિના પ્રાણની ભિક્ષા માગી. શ્રી કુમારપાલે, દુશ્મન રાજાની પાસે જે કબૂલાત કરાવવી હતી, તે કરાવી લીધી અને પછી તેને શિક્ષા આપીને છાડી દીધા. એને છોડી દેતાં પણ કહ્યું કે- તને છેાડી દઉં છું, તે આ મારી બેનને કારણે નહિં, પણ દયાધર્મને હું સર્વથી અધિક માનું છું એથી અને તેં દયા માગી માટે તને હું છેાડી દઉં છું !
શ્રી કુમારપાલ લડવા ગયા, ત્યારે કેવા હતા ? દુશ્મન રાજાની સેનામાં પેસી જઈ ને, દુશ્મન રાજાને પટકીને નીચે નાખી દીધા, ત્યારે એ કેવા હતા ? અને તે પછી એમણે દુશ્મન રાજાને છોડી દીધા, ત્યારે પણ એ કેવા હતા ? પહેલાં દયા ભાગી ગયેલી અને પછી દયા આવી ગઈ ? ના, હૈયે દયા તે પછીની જેમ પહેલાં પણ હતી જ, પણ પહેલાં પોતાના સ્થાન, કર્તવ્ય, સંજોગ આદિના સવાલ હતા.
જે સામન્તા ફુટી ગયા હતા, તે સામન્તાને પણ શ્રી
૧૮