________________
૨૭૨
ચાર ગતિનાં કારણેા
આજ્ઞા આપે છે કે-જો એમ છે, તાજો, સામે દુશ્મન રાજા દેખાય છે. હાંક એ તરક હાથીને!'
શ્રી કુમારપાલની આજ્ઞા મુજબ મહાવત હાથીને હાંકે છે, એમ એકલાને સામે આવતા જોઈ ને, દુશ્મન રાજાને અને દુશ્મન રાજાની સેનાને એમ થાય ને કે-કેટલેા બળવાન છે ? અથવા તેા, એના સામન્તા ફુટથા છે—એમ માનવામાં આપણે ભૂલ તા નથી કરી ને ?
દુશ્મન રાજા અને દુશ્મન રાજાની સેના જોયા કરે છે અને શ્રી કુમારપાલના હાથી ધસ્યા જ જાય છે. એ વખતે, અગાઉથી દુશ્મન રાજાએ અને તેના સલાહકારે કરેલી ગાઠવણ મુજબ, સિંહનાદ થાય છે.
સામન્તાને ફાડી નાખીને, શ્રી કુમારપાલના હાથીને પણ સિંહનાદ સંભળાવીને ભગાડી દેવા, એવી ગાઠવણુ કરેલી. હાથીના કાનમાં સિંહનાદના ધ્વનિ અથડાય, એટલે એ ડરીને પાછા પડે અને કદાચ ભાગાભાગ પણ કરવા માંડે. શ્રી કુમારપાલ જે હાથી ઉપર બેઠા હતા, તે હાથી પણ, એના કાનમાં સિંહનો ધ્વનિ અથડાતાં, પાછા વળવા લાગ્યા.
તરત જ, શ્રી કુમારપાલ મહાવતને પૂછે છે જો સાચા છે અને હાથી પણ જો સાચા છે, તેા અત્યારે પાછે કેમ પડે છે ??
"
કે- તું ય આ હાથી
મહાવત કહે છે કે-આપ શંકિત થાવ મા; સામેથી છલ કરીને કોઇ સિંહનાદ કરે છે, માટે આ હાથી પા પડે છે!’
•
શ્રી કુમારપાલ જેવા મહાદૂર હતા, તેવા જ બુદ્ધિશાલી પણ હતા. એમણે તરત જ પેાતાનો ખેસ ઉતાર્યાં, તેના બે