________________
પહેલે ભાગ
૨૭૧ સાથે જ હથિયાર ઉઠાવ્યા વિના રહેતા નહેતા, તે સામને આજે નારાજ જણાય છે.
પિતે આશ્ચર્ય પામે છે અને મહાવતને પૂછે છે કે કેમ આજે આ બધા સામત્તે હંમેશની જેમ હથિયાર ઉઠાવતા નથી?”
મહાવત કહે છે કે મહારાજ! આપણું દુશમને આ સામન્તને સુવર્ણ દઈને અને બીજી પણ લાલચ આપીને કેડી નાખ્યા છે. પિસે શું નથી કરતો? પૈસે તે ત્રણ ભુવનને ફેરવી નાખવાને સમર્થ છે.”
આવા વખતે, આવા સમાચાર મળે, તે હૈયામાં શુંનું શું ય થઈ જાય ને? દુશ્મન રાજા અને એની સેના મેદાને પડી છે, યુદ્ધ શરૂ થઈ ચૂકયું છે અને મહાવત કહે છે કે આપણા સામન્તો ફુટી ગયા છે.” આવા વખતે ધીરજ ટકે? સર્વ ઉછાળે મારે કે દબાઈ જાય? ફૂટી ગયેલા સામતેને માટે હૈયામાં શી શી ભાવના આવે? આત્માને પૂછે કે–એ જગ્યાએ તમે છે, તે તમારા હૈયામાં શી શી ગડમથલ થઈ જાય?
સ૦ હૈયામાં ઉલ્કાપાત મચી જાય. | શ્રી કુમારપાલ ધીરજ ગુમાવતા નથી, નાસીપાસ થઈ જતા નથી અને કુટેલા સામોની બાબતમાં પણ દુષ્યને ચઢી જતા નથી. શ્રી કુમારપાલ મહાવતને એટલું જ પૂછે છે કે-એ બધા ફુટી ગયા છે તે તે ઠીક, પણ તું કેમ છે?”
મહાવત કહે છે કે–દેવ ! એક હું, બીજે આ કલહ પંચાનન નામને હાથી અને ત્રીજા આપ. આ ત્રણ ફરી જાય કે ફુટી જાય તેમ નથી.”
શ્રી કુમારપાલ કશી જ વધારે વાત કર્યા વિના, મહાવતને