________________
२७६
ચાર ગતિનાં કારણે લેભના માર્યા આટલું કરવાનું મન થયું, એ સંભવિત નથી? જરૂરને અને લેભને આધીન બનીને, છતી તકે ચેરી ન કરે, એવા તે વિરલા ! આવું લાગે અને પછી તમે એને ધેલ મારે, તે ય તે સુધારવાને માટે બને. સામાએ ચોરી કરી એટલે ગુસે આવી ગયે, ધોલે ય મારી દીધી, પણ પછી શું કરે? એની જરૂરીયાતને ઓળખી લે? એને ચોરી કરવાનું મન જરૂરના માર્યાં થયું હોય, તે એની જરૂરને પૂરી કરી આપે? છેવટ કાંઈ નહિ, તે એને શીખામણ સાથે શાન્તવન, આપીને અને જમાડીને, પછી જ રવાના કરે ને? આવેશ વખતે આયુષ્યને બંધ પડી જાય છે ?
તમારા કેટલાકેનું માનસ જુદી રીતિએ કેળવાઈ ગયું છે, એટલે તમને આ બધી રીત એકદમ ગળે નહિ ઉતરે; પણ વિચાર તે કરે કે-સંસારમાં કઈ આપણું ગુન્હો કરે, એવા પ્રસંગે તે પ્રાયઃ ઘણા આવવાના અને આપણે જે એવા પ્રસંગમાં આવેશમાં જ આવી જવાની કુટેવ પાડી દઈએ, તે કઈ વખતે આપણને એ કેઈ આવેશ આવી ગયો હોય અને તે વખતે આયુષ્યને બંધ પડી જાય, તે જ્યાં જવાની આપણી બીલકુલ ઈચ્છા નથી, ત્યાં આપણે ચાલ્યા જવું પડે ને?
મહારાજા શ્રેણિકે નરકનું આયુષ્ય કેવા સંગમાં બાંધ્યું હતું, એ જાણે છે? એ ધર્મને નહેતા પામ્યા, તે સમયની આ વાત છે. એક વાર શિકારે ગયા હતા. એક હરણી ઉપર એમણે પોતાનું બાણ છેડ્યું અને તે હરણને વાગ્યું. એ હરણી સગર્ભા હતી. એને બાણ એવા જોરથી વાગ્યું કે–એ જ વખતે એને ગર્ભ બહાર નીકળી પડ્યો અને બને તરફડતાં તર