________________
પહેલે ભાગ
૧૫૯
ભવાદિ સામગ્રી મળ્યાને આનંદ છે ને? આપણે આપણા પૂર્વકૃત પુણ્યના વશથી એવી જગ્યાએ જન્મી ગયા છીએ કેઆ મનુષ્યભવાદિ સામગ્રી શા માટે પ્રશંસાપાત્ર છે, એ આપણને સાંભળવા મળ્યું છે અને આપણે જે આ મનુષ્યભવાદિની પ્રાપ્તિની સફલતાને સાધવાને ઈચ્છીએ, તે આપણે આપણને મળેલી મનુષ્યભવાદિ સામગ્રીની સફળતાને સારી રીતિએ સાધી શકીએ તેવી સામગ્રી પણ આપણને મળી છે, એ માટે જ આપણને આ બધી સામગ્રી મળી, તેને આનંદ છે ને ? આપણે એવા પુણ્યશાલી છીએ કે-મનુષ્યભવને પામવા છતાં ય, જે વાત ઘણાઓને સાંભળવા મળતી નથી, તે મોક્ષની અને મોક્ષને સાધવાના ઉપાયની વાત, આપણને વગર પ્રયત્ન સાંભળવા મળી ગઈ છે; અનાર્ય દેશમાં મનુષ્યભવ મળ્યો હેત, તે આ વાત સાંભળવાને મળત નહિ; આર્ય દેશમાં પણ એવા ઘણા મનુષ્યો છે કે–એમને આ વાત સાંભળવાની સામગ્રી મળી નથી, જ્યારે આપણને તે આ વાત સાંભળવાને પણ મળી છે અને મન થઈ જાય તો આપણે મોક્ષમાર્ગની સારી રીતિએ આરાધના કરી શકીએ, એવી સામગ્રી પણ આપણને મળી છે. આ વાત સાંભળવાને મળે–એવું પુણ્ય હેય, મનુષ્યભવાદિ સામગ્રી પણ હોય, પણ કાણા, બહેરા, બોબડા, લંગડા વગેરે હોઈએ, તો એ પણ આરાધનાને માટે જરૂરી સામગ્રીની ખામી ગણાય. આપણે તે, બધી રીતિએ પુણ્યશાળી છીએ કે–આ સાંભળવાની સામગ્રી પણ મળી છે અને મન થઈ જાય તો આરાધવાની સામગ્રી પણ મળી છે. આનો જ, આપણા હૈયામાં આનન્દ છે ને? સ. આ બધું મળ્યું છે અને આનંદ તો છે, પણ તે આ પ્રકા
રને નથી.