________________
૧૫૮
ચાર ગતિનાં કારણા
શકીએ, તે દિ' મેાક્ષ આપણાથી દૂર નથી, કેમ કે આપણે જ મોક્ષ છીએ. આપણને આવી સમજ છે, એટલે જ આપને આ મનુષ્યભવ આદિ જે સામગ્રી મળી છે, તેથી આનંદ થાય છે. મનુષ્યભવ, તે ય આર્ય દેશમાં મળ્યો અને જૈન કુળ જેવું ઉત્તમ કુળ મળ્યું, આ વગેરે સામગ્રી આપણને મળી, તેને આપણને જે આનંદ થાય છે, તે એટલા જ માટે થાય છે ને કે–અહીં આપણને, ઈન્દ્રિયાને તથા કષાયાને જીતવાથી મેક્ષ મળે છે એ વાત સાંભળવાને મળે છે; એટલું જ નહિ, પણ આ ભવમાં આપણે જો ધારીએ, તેા ક્ક્ષાયે। ઉપર તથા ઇન્દ્રિયા ઉપર વિજય મેળવવાના સારામાં સારી રીતિએ પ્રયત્ન કરી શકીએ તેમ છીએ ? કષાયેા ઉપર તથા ઈન્દ્રિયા ઉપર વિજય મેળવવાથી મેાક્ષ મળે છે એવું સાંભળવાનું તા, દૈવાહિકને પણ મળી શકે છે; પણ સાંભળેલાને આચરવાની જે જોગવાઇ જોઈ એ, તે તેમને મળી નથી; જ્યારે આપણને તે જેમ સાંભળવાની સામગ્રી મળી છે, તેમ મન થાય તેા એ સાંભળેલાને સારી રીતિએ આચરવાની સામગ્રી પણ મળી છે; તેથી જ, આપણને આ મંનુષ્યભવ આદિ સામગ્રી મળી છે, તેના આનંદ થાય છે ને ? ઈન્દ્રિયાની અને કષાયાની આધીનતાને જે રાખે, તે સંસારમાં રૂલે અને જે એના સામને કરે, તે એના ઉપર વિજયી બનીને, ખૂદ મોક્ષ અને ઈન્દ્રિયા તથા કષાયાની આધીનતાના સામના કરીને, એના ઉપરવિજય મેળવવાને માટે જે કાંઈ આચરવાની જરૂર છે, તે આચરવામાં સર્વથી વધારે અનુકૂળ અને—એવી, આ મનુષ્યભવાદિ સામગ્રી છે ને ? અને, એ પ્રકારના આચરણમાં આ સામગ્રી સર્વથી વધુ ઉપયાગી છે, એ માટે જ આપણને આ મનુષ્ય