________________
૧૬૦
ચાર ગતિનાં કારણે જે આ પ્રકારને હૈયામાં આનન્દ નથી અને આથી ઊલટા પ્રકારને જ હૈયામાં જે આનન્દ છે, તે એને અર્થ એ થાય છે કે-આ બધી સામગ્રી આપણને આપણા પુણ્યથી મળી છે-એમ સાંભળતાં આપણને જે આનન્દ થાય છે, તે આપણો આનન્દ ઉદય–ભાવના ઘરને છે, પણ ક્ષપશમભાવને નથી; કર્મના ઘરને એ આનન્દ છે, પણ એ આનન્દ આત્માના ઘરને નથી. કર્મના ઘરને આનન્દ તે, કર્મબન્ધ જ કરાવે ને? મનુષ્યભવમાં જન્મીને ઈચ્છા મુજબ જીવવાને માટે તમે
- કેટકેટલાં પાપે કર્યા છે? જે જન્મ તરીકે જ વિચાર કરીએ, તે મનુષ્યજન્મ એ પણ દુઃખનું જ નિમિત્ત છે. મનુષ્ય જન્મ પણ જન્મ તરીકે દુઃખનું જ નિમિત્ત હોવા છતાં પણ, જ્ઞાનિઓએ મનુષ્યપણાને માટે “સુલબ્ધ” એમ કેમ કહ્યું? મનુષ્યજન્મ મળ્યો, એટલા માત્રથી જ “સુલબ્ધ” એમ નહિ. મનુષ્યપણને “સુલબ્ધ કહેવા પાછળ, જ્ઞાનિઓને વિશિષ્ટ હેતુ છે. બાકી, જન્મમાં સુખ શું છે? જન્મની પીડા કાંઈ જેવી–તેવી હતી નથી અને જમ્યા એટલે જીવવાની કેટલી મોટી ઉપાધિ જમ્યા પછી જીવવાને માટે જરૂરીયાત કેટલી બધી ? એ માટે પાપ કેટલાં થાય છે? સઘળાં પાપનું મૂળ તે, જન્મ છે ને? જન્મ ન હેય, તે પાપ શાનું હોય ત્યારે શાસ્ત્ર જન્મને વખાણે કે અજન્માને વખાણે? જે જન્મમાં અજન્મા થવાની અથવા તે એ દિશામાં સારી રીતિએ આચરણ કરવાની સામગ્રી મળે, એ જન્મનાં, એ હેતુથી જ જ્ઞાનિએ વખાણ કરે ને ? બાકી