________________
૨૦૮
ચાર ગતિનાં કારણે છે, પણ શ્રી જિનપૂજા કરનારને પિતાને મનેભાવ કે હોય, એની આ વાત છે. સવ બીજાના દ્રવ્યથી પૂજા કરનારને સારે ભાવ આવે
જ નહિ ? બીજાના દ્રવ્યથી શ્રી જિનપૂજા કરનારને માટે સારે ભાવ આવવાનું કારણ કયું ? પિતાની પાસે શ્રી જિનપૂજાને માટે ખર્ચી શકાય-એ પ્રમાણેનું દ્રવ્ય નથી અને શ્રી જિનપૂજાથી વંચિત રહેવું-એ ગમતું નથી, એ માટે જે એ પારકા દ્રવ્યથી શ્રી જિનપૂજા કરતો હોય, તે એને પૂજામાં પારકું દ્રવ્ય વાપરવું પડે છે અને પિતાનું દ્રવ્ય વાપરી શકતો નથી”—એ ખટકે છે, એમ નક્કી થાય છે, એટલે, એની ઈચ્છા તે પિતાના દ્રવ્યથી જ પૂજા કરવાની થઈ ને? શકિત નથી, એ પૂરતું જ એ પારકા દ્રવ્યથી પૂજા કરે છે ને? તક મળે, તે પિતાના દ્રવ્યથી પૂજા કરવાને, એ ચૂકે નહિ ને ? આવી મને વૃત્તિ હેય તે સારા ભાવ આવી શકે, કારણ કે-જેણે પરિગ્રહની મૂછ ઉતારીને પૂજાનું સાધન આપ્યું, તેની એ અનુમોદના કરતે જ હોય. પણ વિચારવા જેવી વાત તે એ છે કે–આજે જે લોકે, પિતાના દ્રવ્યને વ્યય કર્યા વિના જ પૂજા કરે છે, તેઓ શું એવા ગરીબડા છે કે–પૂજાને માટે કાંઈ ખર્ચ કરી શકે જ નહિ ? જે શ્રાવકે ધનહીન હોય, તેઓને માટે તે શાએ કહ્યું છે કે–એવા શ્રાવકેએ ઘેર સામાયિક લેવું. પછી જે કેઈનું એવું દેવું ન હોય, કે જે દેવાને કારણે ધર્મની લઘુતા થવાને પ્રસંગે ઉપસ્થિત થવા પામે તેમ હોય, તો એ શ્રાવક સામાયિકમાં રહ્યો થકે અને ઈસમિતિ આદિના. ઉપયોગવાળે બન્યો થક, શ્રી જિનમંદિરે જાય. શ્રી જિન