________________
પહેલે ભાગ
२०८ મંદિરમાં જઈને, એ શ્રાવક જુએ કે અહીં મારી કાયાથી બની શકે એવું, કેઈ ગૃહસ્થનું દેવપૂજાની સામગ્રીનું કાર્ય છે ખરું?” જેમ કે-કેઈ ધનવાન શ્રાવકે પ્રભુપૂજા માટે પુષ્પ મેળવ્યાં હોય અને તે પુપની ગુંથણ કરવાની હોય. આવું કેઈ કાર્ય હોય, તો એ શ્રાવક સામાયિકને પારીને, એ કાર્ય કરવા દ્વારા, દ્રવ્યપૂજાને પણ લાભ લઈ લે. શાસ્ત્ર અહીં સ્પષ્ટ કર્યું છે કે-દ્રવ્યપૂજાની સામગ્રી પોતાની પાસે છે નહિ અને દ્રવ્યપૂજા માટે જરૂરી સામગ્રીનો ખર્ચ નિર્ધનપણાને કારણે પિતે કરી શકે તેમ નથી, એટલે સામાયિક પારીને પારકી સામગ્રી દ્વારા, એ, એ પ્રમાણેને લાભ લે, તે એગ્ય જ છે. વળી, શાસ્તે એમ પણ કહ્યું છે કે-રેજ જે અષ્ટપ્રકારી આદિ પૂજા કરી શકે તેમ ન હોય, તેણે છેવટ રેજ અક્ષતપૂજા કરવા દ્વારા પણ પૂજાનું આચરણ કરવું. સંઘની સામગ્રીથી પૂજા કરનારાઓ:
શાસ્ત્રોમાં આવી આવી સ્પષ્ટ વાત કહેલી હોવા છતાં પણ, શ્રાવકે પાસે દેવદ્રવ્યના કેસર આદિથી પૂજા કરાવવાની વાતો, આજે શાસ્ત્રપાઠના નામે પણ કરવામાં આવે છે, અને તેમાં, દહાડે દહાડે સમ્મતિ આપનારાઓ વધતા જાય છે. શ્રી જિનપૂજા અંગે આજે કેટલેક સ્થળે ન્હાવા આદિની વ્યવસ્થા થએલી છે, પણ ત્યાં શું બને છે એ તે જુઓ ! ન્હાનારા ૧૫૦૦ ને પૂજા કરનારા પ૦૦ જેવી દશા આવવા લાગી છે. પૂજા કરનારાઓ પણ પૂજા કરે છે, તે જાણે ઉપકાર કરતા હોય -એવું વર્તન માટે ભાગે રાખે છે. પૂજા કરીને વાડકી ને થાળી ગમે તેમ રખડતી મૂકી દે છે ને ? પૂજાનાં કપડાં કાઢીને
૧૪.