________________
૨૧૦
ચાર ગતિનાં કારણેા
જેમ-તેમ ફેંકી દે છે ને? પૂજાનાં કપડાં માટે ય શાસ્ત્ર તે એ વિધિ કહ્યો છે કે અને ત્યાં સુધી ખીજાનાં કપડાં પહેરવાં નહિ; અને પેાતાનાં કપડાં પણ બહુ જ ચેાખ્ખાં રાખવાં, નહિ તે આશાતનાનું પાપ લાગે. કેટલાક પૂજા કરનારાઓ ભગવાનને તિલક કરે છે, તે ય એવા અવિવેકથી કરે છે કે–જાણે પૂજાની કાઈ કાળજી જ ન હોય. ભગવાન પ્રત્યે, એને કેટલું બહુમાન હશે, એવા વિચાર, એને પૂજા કરતા જોઈને આવી જાય. જો ભગવાન પ્રત્યે સાચા ભક્તિભાવ હોત, ભગવાનની પૂજા મારે મારા દ્રવ્યથી જ કરવી જોઈએ’-એવા ખ્યાલ હાત અને ‘હું કમનસીમ છું કે મારા દ્રવ્યથી હું શ્રી જિનપૂજા કરવાને સમર્થ નથી'–એમ લાગતું હોત, તે એ કદાચ સંઘે કરેલી વ્યવસ્થાના લાભ લઈ ને પૂજા કરત, તા પણ તે એવી રીતિએ કરત કે–એની પ્રભુભકિત અને ભક્તિ કરવાની મનેાજાગૃતિ જણાઈ આવત. પેાતાના દ્રવ્યથી પૂજા કરનારાઓને એ હાથ જોડતા હોત અને પેાતાની કાયાથી શ્રી જિનમંદિરની તથા શ્રી જિનમંદિરની સામગ્રીની જેટલી સારસંભાલ થઈ શકે તેમ હેાય, તે કરવાને, એ ચૂકતા ન હોત. આજે તા, આવી સામાન્ય પણ વાતા, જો સાધુઓ કહે તેય, કેટલાકાને તે ભારે લાગે છે.
પેાતાના દ્રવ્યથી જ ધર્મકૃત્ય કરવાના આગ્રહુવાળા એ નાકરીનું મનનીય ઉદાહરણ :
ભગવાનની પૂજા કરવાના સાચા ભાવ જેના હૈયામાં પ્રગટે, તેને પેાતાના ખર્ચે પૂજાની સામગ્રી મેળવવાનું મન થયા વિના રહે જ નહિ. એને એમ જ થાય કે—મારે પૂજા