________________
૩૨૮
ચાર ગતિનાં કારણે ત્સરી આવતાં પહેલાં, બધા જ વર ભાવોને સિરાવી દઈને, સુન્દર પ્રકારે આરાધના કરવાનું મન થાય છે ને? વિરભાવને નહિ સિરાવવાથી, તેને સ્થિર થઈ જવાની તક મળી જાય છે. આપણે ત્યાં, એ માટે તે, અન્ત કાલે પણ ખમાવવાને વિધિ રાખેલો છે. મારે, કેઈ પણ રીતિએ, કેઈ પણ જીવની સાથે, વિરભાવ નથી રાખવે, આવી વૃત્તિને હંમેશને માટે સતેજ રાખવી જોઈએ. આપણે વૈરને તજીએ પણ સામો વરને તજે નહિ, તે એ માટે
શું કરવું જોઈએ? સ. આપણે તો ખમાવીએ, પણ સામે ન ખમાવે તે ?
આપણે માવીએ, એટલે આપણે તો આરાધક બનીએ જ ને ? આપણે ખમાવીએ અને સામે પણ ખમાવે તે બહુ જ સરસ, પણ આપણે ખમાવીએ અને સામે ન ખમાવે, તે મુશ્કેલી તે ખરી જ. આપણે પ્રત્યેને એને વૈરભાવ સ્થિરતાને પામી જાય, તે ભવાન્તરોમાં જ્યારે જ્યારે એની સાથે આપણે ન થઈ જાય, ત્યારે ત્યારે એને વૈરભાવ જાગે અને એથી એ આપણને મુશ્કેલીમાં મૂકે, એ પણ શક્ય જ છે. એ તે, આપણને માતા રૂપ બનીને, પિતા રૂપ બનીને, પુત્ર રૂપ બનીને, પત્ની રૂ૫ બનીને અથવા તે બીજા પણ અનેક પ્રકારેએ હેરાન કરે, એ બહુ જ બનવાજોગ છે. અત્યારે તે આપણે ખમાવીએ, પણ ભવાતરમાં કઈ તે પ્રસંગ આવી લાગતાં આપણે પીત્ત ફાટી જાય, આપણું મગજ કાબૂમાં ન રહે અને આપણા હૈયામાં ય એના પ્રત્યે વૈરભાવ જાગી જાય, તે પછી કદાચ બેયને સ્થિર વૈરન