________________
પહેલે ભાગ
૩૨૯
રોગ થઈ જાય; એ માટે, મજગને ઠેકાણે રાખનારી વૃત્તિ કેળવી લેવી જોઈએ. એવો અભ્યાસ પાડવે જોઈએ કેકોઈ આપણને ગમે તેટલું હેરાન કરે, તે ય આપણે ક્રોધ કરે નહિ! અહીં સાચા ભાવે ક્ષમાપના કરીને, વૈરભાવને વોસિરાવી દેવાના સંસકારે પાડશે, તો તે પણ તમને ભવાતરમાં ઉપયેગી નિવડશે. જ્યારે જ્યારે કેઈ આપણને હેરાન કરે, મુશ્કેલીમાં મૂકે, ત્યારે ત્યારે એના ઉપર ક્રોધ નહિ કરતાં, એ વિચાર કરવો કે–એ મારા પાપને ધુએ છે! શ્રી ગુણસેને વૈરભાવ કેળવ્યો નહોતો, પણ અગ્નિશર્માએ પિતાના વૈરને સ્થિર કરી દીધું હતું, તે એ એકપક્ષીય વિરના કારણે પણ, શ્રી ગુણસેનના જીવને ઘણી ઘણું હેરાનગતિ વેઠવી પડી છે. એ વખતે, શ્રી ગુણસેનને પિતાના ઉપશમભાવના સંસ્કારોએ મદદ કરી છે. આથી, આપણે બે વસ્તુ નક્કી કરવી જોઈએ. એક તે એ કે-કેઈના ય હૈયામાં આપણે માટે વૈરભાવ પેદા થવા પામે નહિ, એની તકેદારી રાખવી. કદાચ કેદની સાથે તે પ્રસંગ બની જાય, તે ય આપણા હૈયામાંથી વિરભાવને કાઢી નાખવાની સાથે, તેના હૈિયામાંથી પણ આપણા પ્રત્યેનો વૈરભાવ નીકળી જાય, એ માટે બની શકે તેટલું બધું કરી છૂટવું. જે કઈ રીતિએ એ વૈરી મટીને મિત્ર બની જતો હોય, તે રીતિને પિતાના લોભ, માન આદિને જરા ય મચક આપ્યા વિના, અજમાવી લેવી. બીજી વસ્તુ એ કે-આપણા આત્માને ઉપશાન્ત ભાવથી ખૂબ ખૂબ સુસંસ્કારિત બનાવી દેવો. આત્માને હિતશિક્ષાદિથી એવો તે બનાવી દેવો કે–ગમે તેવા કપરા સંગમાં આવી પડાય, તે ય આત્મા ગુસ્સે થાય નહિ અને ભાનભૂલો બને :