________________
ચાર ગતિનાં કારણો
નહિ. ઉપશમભાવમાં રમણ કરવાના સંસ્કારાથી, આત્માને અહીં સંસ્કારિત કર્યાં હશે અને જો કેાઈ તમારા પ્રત્યેના સ્થિર વૈરવાળા બની ગયા હશે, તે તેના ચેાગમાં તમે ઘણી કર્મનિર્જરા સાધી શકશે. મુશ્કેલી આવવા છતાં ય જે આરાધનાને ચૂકે નહિ, તે તે ઘણાં ઘણાં કર્મોની નિર્જરાને સાધી શકે. ચાલુ પ્રકારની આરાધના માત્રથી જે સધાવું મુશ્કેલ હાય છે, તે મુશ્કેલી વખતે આરાધનામાં સ્થિર રહી શકાય, તો સધાવું સહેલું બની જાય છે.
જેના મારેલા માણના ઘા મતાલ નિવડચો, તેને વિશેષ પ્રકારે ખમાવે છે :
૩૩૦
શ્રી પાર્શ્વનાથ ભગવાનના જીવે, મરૂભૂતિ તરીકેના ભવમાં, ઉપશમભાવના સંસ્કારાને દૃઢ મનાવ્યા હતા; તે જ્યારે જ્યારે તેમને કમઠના જીવે હેરાન કર્યાં, ત્યારે ત્યારે તેઓ પેાતાની આરાધનામાં સુસ્થિત રહી શકયા. મરૂભૂતિ તરીકેના ભવમાં જ, શ્રી પાર્શ્વનાથ ભગવાનના જીવ, સમ્યકૃત્વને પામ્યા હતા અને એ ભવમાં જ એ તારકના જીવ પ્રત્યે, કમઠના જીવ, સ્થિર વરવાળા બન્યા હતા. એ, તે વખતે શ્રી મરૂભૂતિના મેટા ભાઇ તરીકે હતા અને વિરાગી એવા શ્રી મરૂભૂતિની ધર્મપત્નિને એણે પેાતાની વિષયવાસનાની શિકાર બનાવી હતી. શ્રી મરૂભૂતિજીને એ વાતની જાણ થતાં, એમણે, પહેલાં તે એ વાતની ખાત્રી કરી લીધી અને તે પછીથી એમનાથી એ અનાચાર સહાયે નહિ, માટે એમણે રાજાને એ વાત કરી. રાજાએ શ્રી મરૂભૂતિજીના મોટા ભાઈ–કમઠના જીવને ભારે શિક્ષા કરીને, નગરની બહાર કાઢી મૂકયો અને એમાંથી