________________
૧૧૦
ચાર ગતિનાં કારણે આ કિયાઓ શા માટે કરવાની કહી છે? આત્માને સંસારથી મુક્ત બનાવવાને માટે! આપણે સંસારપર્યાયવાળા મટીને, એક્ષપર્યાવાળા બનીએ, એ માટે!
સ0 હજુ તે મોહ મુંઝવી રહ્યો છે.
મેહની મુંઝવણ ખરાબ છે, એમ લાગે છે કે નહિ? મેહ ઉપર ગુસ્સો આવે છે કે નહિ? “આ મેહથી ક્યારે હું મૂકાઉં”-એમ થાય છે કે નહિ ? મેહ તમને હેરાન તે કરે જ છે, પણ એમ લાગે છે ને કે- મોહ જ મારી હેરાનગતિનું મૂળ છે, માટે હવે હું શ્રી જિનની કહેલી ક્રિયાઓમાં રક્ત બનીને મોહને મારી પાસે રહેવા દઉં નહિ?” આપણા ઉપર મેહને અધિકાર ન હોય, તો ય તે કાંઈ ઓછું નથી. આપણું મન મેહને આધીન છે કે જિનને? મેહ મનને બીજે ઘસડી જાય, સંસારના સુખ તરફ ઘસડી જાય, સંસારના સુખમાં આનન્દ ય ઉપજાવી દે, છતાં “આ બધું મારી ખરાબી કરનારું છે અને આ હેરાનગતિમાંથી છૂટવાને માટે, શ્રી જિનની સેવા કરવી, એ જ સારો ઉપાય છે”—એમ લાગે છે કે નહિ? સુખ વિષયસેવામાં કે શ્રી જિનની સેવામાં વિષયસેવામાં સાચું સુખ નહિ અને શ્રી જિનની સેવામાં જ સુખ, આટલું હૈયે બેઠું છે? મેહના રોગે વિષયાદિની સેવા થાય એ બને, એમાં આનન્દ આવી જાય એમ પણ બને, એને માટે અનેકવિધ નહિ કરવા યોગ્ય કરણીએ થાય—એવું પણ બને, પરંતુ એ બધું ય છતાં, એક વાત જે હૈયે હોય કે–આ બધું મને સંસારમાં રૂલાવનાર છે અને શ્રી જિનવચનની સેવા જ મને સંસારથી તારનાર છે –તે પણ, તમે પ્રાયઃ મેષથી બહુ દૂર નથી, એમ માની શકાય.