________________
પહેલે ભાગ
૧૧૧ મેહના વિઠીયા કે ગુલામ?
આ વાત હૈયામાં જે બરાબર બેસી જાય, તે મેહને ગમતાં કાર્યો પણ તમે મેહને ભગાડી દેવાને માટે કરનારા બની શકે. મેહનું કહેલું તમે કરો છો ખરા, પણ એ કરવું એ તમને ગમતું નથી, એમ તો ખરું ને?
સ0 એમાં આનન્દ અનુભવાય છે ને ?
સંગાદિને વશ આનન્દ અનુભવાય છે, કે “આનન્દનું સાચું સાધન જ એ છે–એમ લાગે છે? માણસ જેને દુશ્મન માનતો હોય, તેની સાથે પણ રમત-ગમત કરતાં આનંદ આવી જાય, પણ જ્યાં વિચાર આવે એટલે એ ચેકે ! એને થાય કે-મને એની સાથે રમતાં ક્યાંથી મઝા આવી ગઈ? જે જરાક બીનસાવધ રહીશ ને એને તક મળશે, તે એ છેડશે નહિ! એટલે, એનો પ્રયત્ન તો દુશ્મન સાથે રમત-ગમતને પ્રસંગ જ ન પડે એ દિશાનો હોય ને? જે શેઠ થવાને માટે નોકરી કરે છે, તેને નોકરી નથી ગમતી, એમ કહી શકાય. એ, નેકરી કરવી ગમે છે માટે નોકરી નથી કરતો, પણ કરી કર્યા વિના છૂટકે નથી અને શેઠ બનવાનું સાધન પણ એ દ્વારા મળે તેમ છે-એમ એ જાણે છે, માટે નેકરી કરે છે. મનથી ગુલામી ગમે અને ગુલામી કરે, તે ગુલામ કહેવાય. મેહના તમે વેઠીયા છો કે ગુલામ? ધર્મરાજાના તમે ગુલામ છે પણ વેઠીયા નથી અને મહારાજાના તમે વેઠીયા છે પણ ગુલામ નથી, એમ તે ખરું ને? અહીંનું ઓછું થાય છે અને બરાબર હુકમ મુજબ થતું નથી, પણ ભાવના એ જ છે કેબધું અહીંનું જ કરવું છે અને તે ય બરાબર હુકમ મુજબ; જ્યારે ત્યાં ઘણું થાય છે, પણ તે કમનનું, એટલે કે એનાથી