________________
૧૧૨
ચાર ગતિનાં કારણે ક્યારે છૂટાય એવી ભાવના છે–એવો એકરાર, કરી શકાય તેમ છે કે નહિ? વેઠીયા તે સમજ્યા ને? જેને કામે જવું ગમતું ન હોય, પણ કામે ગયા વિના જેનો છૂટકે થતું ન હેય એવા. ત્યારે તમે મેહના વેઠીયા છે કે ગુલામ છે ? મેહ તમને પકડી જાય છે કે પછી તમે જ મેહને વળગતા તમે જાવ છો? ભગવાનને જઈને કહે છે કે હે ભગવન્! ગુલામી તો તારી જ કરવી ગમે છે, મેહની ગુલામી કરવી ગમતી નથી, પણ મેહની ગુલામી કર્યા વિના ચાલતું નથી–એ હું નબળો છું; હવે તું મને મળ્યો છે, તે તારી સેવાથી મારે એવી દશા જોઈએ છે કે-મારે મેહની ગુલામી કરવી જ પડે નહિ!? અપુનર્બન્ધક અવસ્થા :
તમને કઈ પૂછે કે “તમે ધર્મક્રિયા કેમ કરે છે તે તમારે શું કહેવું જોઈએ? “રહીએ છીએ ત્યાં ગમતું નથી, એટલે આ ક્રિયા કરું છું, કે જેથી આ સંસારથી છૂટું !” આત્માની આવી અવસ્થા, અપુનર્બન્ધક અવસ્થાથી આવી શકે અને અપુનર્બન્ધક અવસ્થા, ચરમાવર્ત કાલમાં જ આવે. અભવ્ય અને દુર્ભ, અપુનર્બન્ધક અવસ્થાને પામી શકે નહિ. ભવ્યાત્માઓ જ અપુનર્બન્ધક અવસ્થાને પામી શકે. અપુનબન્ધકની થેડી પણ ધર્મકિયા અધ્યાત્મભાવને લાવનારી છે. આત્મા અપુનર્બન્ધક અવસ્થાને પામે, એટલે એનામાં ત્રણ ગુણે પહેલા આવે. એક ગુણ તે એ કે પાપના સેવનમાં એને તીવ્ર ભાવ આવે નહિ; બીજો ગુણ એ કે–ભયંકર ભવ એટલે ભયંકર એવા સંસાર પ્રત્યે એના હૈયામાં બહુમાન હોય.