________________
પહેલો ભાગ
૧૫૧ અઢળક ખર્ચ કરે છે”—એ વગેરે કહીને, એ કાર્યોની જરા ટીકા લાગે તેવું કહ્યું અને થયેલી ટીપ ઘણી ઓછી છે, તેમ જણાવ્યું.
એ અધિકારી બેલી રહ્યા પછીથી, મેં કહ્યું કે-“અમારા જેનો જેમ ઉત્સવાદિ સુંદર પ્રકારે કરી શકે છે, તેમ જીવદયા આદિનાં કાર્યો પણ સુંદર પ્રકારે કરી શકે છે. ગરીબ માણસોની અને જીવની દયાનાં કાર્યોમાં પણ, મોટે ભાગે જેનોને જ મોટો હિસ્સો હોય છે, કારણ કે–જેનો જે દેવ-ગુરૂના ઉત્સવ આદિ કરે છે, તે દેવ-ગુરૂ એમને દયા કરવાનું પણ કહે છે જ. આ કાર્યમાં તમને સંતોષ થાય એવી ટીપ ન થઈ, તેમાં કારણ એ પણ હોઈ શકે કે-આ કાર્યનું તમે જેટલું મહત્તવ આંકે છે, તેટલું મહત્વ તમે આમના ખ્યાલમાં લાવી શક્યા ન હો; અથવા તે, આમને આ કાર્ય કરનારાઓને અંગે કાંઈ કહેવાપણું હોય. આમ છતાં પણ, તમે એમ કહો કે-આ કાર્યને અમે અમારે આમની પાસેથી અમુક રકમની જરૂર છે, તે આ જૈનો તમને એ પૂરી કરી આપશે, એ વિષે મને જરા પણ શંકા નથી. બાકી, તમને જે આ કાર્ય માટે આટલું બધું લાગી આવે છે, તે એમ કરે કેએક મહિનાને પગાર તમે અને તમારા બધા અધિકારિઓ આ કાર્યમાં આપી દે અને જો તમે એમ કરે, તો અહીં બેઠેલા જેનો, પિતપોતાની એક એક મહિનાની કમાણે આ કાર્યમાં આપી દેવાને અચકાશે નહિ, એમ હું માનું છું. જેનો પિતાના દેવ-ગુરૂ આદિના ઉત્સવાદિમાં અઢળક ધન ખર્ચે છે.” આ કાંઈ ઘેલાપણું નથી, પણ જેનો માને છે કે-“લક્ષ્મીને સારામાં સારો ઉપયોગ જ આ છે.” એની ટીકા કરીને,