________________
૧૫૨
ચાર ગતિનાં કારણે જેનો પાસેથી પૈસા કઢાવવાની રીત અજમાવવી, એ વ્યાજબી નથી. એથી તે, જૈનોને દુઃખ થાય. બાકી, જૈન, સંકટગ્રસ્ત જીવોના રક્ષણમાં પણ માને જ છે અને આ કાર્ય અંગેનું તમે ધારે છે તેવું મહત્ત્વ જે તેમના ખ્યાલમાં આવી જાય, તે
એ છૂટે હાથે દાન દીધા વિના રહે જ નહિ.” - આ પછી તે, એ અધિકારિએ ઉભા થઈને, પિતે જે કાંઈ બોલ્યા હતા તે બદલ, શ્રીસંઘની માફી માગી.
પછી મેં પૂછયું કે-“તમારે આ બધાની એક મહિનાની કમાણી જોઈતી હોય, તે તેમ કહો.” એટલે એ અધિકારી કહે કે-“મારા બધા અધિકારિઓ એક એક મહિનાનો પગાર આમાં આપી દે, એ હું કહી શકું તેમ નથી.”
પછી મેં પૂછયું કે તે તમને આમની પાસેથી કેટલી રકમ જોઈએ છે, એ કહો !” એ અધિકારિએ જે રકમ કહી, તે રકમ ટીપની થયેલી રકમ કરતાં દેઢી લગભગ હતી; આથી, સહેજ સૂચન કરતાં, સૌએ ટપમાં જે રકમ મંડાવી હતી, તે બેવડી કરી આપી !
- કહેવાનું તાત્પર્ય એ છે કે-ધાર્મિક ઉત્સવે અને શ્રી જિનમન્દિરાદિમાં ખર્ચ કરનારાઓ, સાધર્મિક-વાત્સલ્ય અને
જીવદયા આદિનાં કાર્યોમાં જેવી ઉદારતાથી ખર્ચ કરી શકે છે, તેવી ઉદારતાથી બીજાઓ તે કાર્યોમાં ખર્ચ કરી શકતા જ નથી. આથી, ધાર્મિક ઉત્સવ તથા શ્રી જિનમન્દિરાદિમાં ખર્ચ કરનારાઓની ટીકા કરનારાઓ તે અજ્ઞાન જ છે. કોઈ વખતે કઈ ક્ષેત્ર સીદાતું હોય અને જૈનોનું લક્ષ્ય એ તરફ દેરવું હોય, તે બીજા ક્ષેત્રો તરફ અપાતા લક્ષ્યની ટીકા કર્યા વિના જ, સીદાતા ક્ષેત્ર તરફ જૈનોનું લક્ષ્ય દરવું જોઈએ.