________________
૧૫૩
પહેલે ભાગ સીદાતા ક્ષેત્ર તરફ પહેલું લક્ષ્યઃ
આપણે ત્યાં શ્રી જિનમૂર્તિ, શ્રી જિનમન્દિર અને શ્રી જિનાગમ તથા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા–એમ સાત ક્ષેત્રો ગણાય છે અને એ સાતે ય ક્ષેત્રોને શ્રી જિનશાસનમાં પવિત્ર ક્ષેત્રો તરીકે માનવામાં આવ્યાં છે. એ સાત ક્ષેત્રોમાં, પહેલાં બે દેવ સબંધી હોવાથી, સામાન્ય રીતિએ સમાન ગણાય. ત્રીજી ક્ષેત્ર, સમ્યગુ જ્ઞાન સંબંધી છે; ચેાથું-પાંચમું સાધુ અને સાધ્વી ક્ષેત્ર પણ સામાન્ય રીતિએ સમાન ગણાય તથા છઠું-સાતમું શ્રાવક અને શ્રાવિકા ક્ષેત્ર પણ સામાન્ય રીતિએ સમાન ગણાય. આમ છતાં ય, એમ પણ કહી શકાય કે–“એ સાત ક્ષેત્રોમાં પહેલેથી ગણીએ તો એક એકથી નીચું અને છેલ્લેથી ગણીએ તે એક એકથી ઉંચું, એવી એ સાત ક્ષેત્રેની મર્યાદા છે. વાત તો એ કહેવી છે કે–શ્રી જિનમૂર્તિ આદિ આ સાત ક્ષેત્રોની, એક એકથી ચઢીયાતી સ્થિતિને જણાવનારાં શાસ્ત્રોએ, એવી પણ એક ટાંક મારેલી છે કે જે ક્ષેત્ર સીદાતું હોય, તે ક્ષેત્ર તરફ પહેલું ધ્યાન આપવું. આ વાતને કેટલાકે ભૂલી ગયા છે, તે ધ્યાન પર લાવવાની જરૂર છે. જે આજે બધા સુખી જેનોને આટલું ધ્યાન ઉપર આવી જાય ને હૈયું ખૂલી જાય, તે જન ભાઈઓને કેઈ દુઃખી ન કહી જાય. આજે કેટલાક જેને રોટલે દુઃખી છે, એ વાતને સાંભળતાં, અમને શું થાય છે, તે હું નહિ કહી શકું, પણ અમારાથી એ સહાતું નથી. જેમ આજે કેટલાકે શ્રાવકશ્રાવિકાઓના દુઃખના નામે શ્રી જિનમન્દિરાદિ ક્ષેત્રોમાં વ્યય કરનારા પુણ્યવાનની નિન્દા કરે છે, તેમ આજે કેટલાકે