________________
૩૮
ચાર ગતિનાં કારણેા
પેટ પૂરતું અનાજ મળવું પણ દુર્લભ અની ગયું; ત્યારે, ભગવાન શ્રી જિનેશ્વરદેવના શાસને ફરમાવેલા સાધ્વાચારાનું પાલન કરવાની પ્રતિજ્ઞાવાળા અને એ પ્રતિજ્ઞાના પાલનમાં દૃઢ રહેનારા મહાત્માઓને, કેટકેટલી પ્રતિકૂળતાએ વેઠવી પડી હશે ? એ મહાત્માએએ તેા આવી પડેલી વિકટ સ્થિતિને મહા કર્મનિર્જરાનું કારણ જ મનાવ્યું હશે ને? જો એમ ન હાત, તા આ અવસરે પણ આચાર્યભગવાન આવેા ઉત્તર આપી શકત ખરા ?
શ્રી ધના સાર્થવાહ, ભૂલમાં ને ભૂલમાં કશી જ સંભાળ નથી લઈ શકયા; તે છતાં પણ, આચાર્યભગવાને સાર્થવાહ દ્વારા થયેલા રક્ષણને જ યાદ કર્યું, પણ પેાતાની સંભાળ ન લીધી તેને માટે વિચાર સરખા ય કર્યાં નહિ. ઠપકો દઈ દેવા જેવી આ તક નહોતી ? પણ મહાત્માઓનું હૈયું એવું હતું જ નથી. સંસારમાં દોષની નવાઈ શી છે ? થાડા પણ ગુણની જ નવાઇ છે. દાષ તા ભરેલા જ છે. ગુણુ કેટલેા પ્રગટ્યો, એ જ જોવા જેવું છે. શ્રી જિનશાસનના મહાત્માએ તા. સાગરથી ય વધુ ગંભીર હોય. એમના સ્વભાવ જ સૉરૂં જોવાના હાય. દુઃખની ચિન્તા કર્યા કરનારાએ અને બાહ્ય સુખને ઝંખ્યા કરનારાઓ, બીજાઓને ધર્મ તે। પમાડી શકે નહિ, પણ ખીજાએના ધર્મને લૂટી ના લે તે ય ઘણું છે.
પેાતા પ્રત્યે સામાએ ગમે તેવું અયેાગ્ય વર્તન કર્યું હોય, પરન્તુ પાતે પૂર્વે આચરેલા પાપનું જ એ પરિણામ છે કે બીજું કાંઈ ? પેાતાના અશુભેાદય ન હેાત, તેા સામે શું કરી શકવાના હતા ? શ્રી જૈન શાસનના સાધુ થઇને નારાએ પણ જો આટલું નહિ સમજે, તેા પછી આને સમજશે કેણુ ? આપણા