________________
પહેલે ભાગ
૩૭
કહે છે કે-“હે ભગવન ! આપને મેં મારી સાથે પધારવાનું જે આમંત્રણ કર્યું, તે તે શરત્રાતુની મેઘગર્જનાની જેમ દેખાવ માત્ર જ નિવડયુંકારણ કે–ત્યારથી આરંભીને અત્યાર સુધીમાં નથી તો મેં આપની ખબર પૂછી, નથી મેં આપને વાંધા અને નથી તે મેં અન્ન-પાન-વસ્ત્રાદિકથી કઈ પણ વખતે આપને સત્કાર કર્યો ! જાગવા છતાં પણ જાણે ઉંઘતો હોઉં તેમ, મેં મૂઢે આ કેવું કરી નાખ્યું ? મેં મારા વચનને ઘાત કર્યો અને તે દ્વારા આપની અવજ્ઞા કરી !”
આટલું કહીને, છેવટમાં શ્રી ધના સાર્થવાહ, પિતાના અપરાધને ખમાવવાને માટે, મહાત્માના મહાત્માપણાનું શરણ સ્વીકારે છે. એમને લાગે છે કે-મારે અપરાધ એ છે કે એને તો મહાત્માઓ જ સહી શકે.
આથી તેઓ કહે છે કે-“હે પૂજ્ય ! આપ મહાત્મા છે, પૃથ્વી જેમ સર્વને સહે છે, તેમ મહાત્માઓ પણ સર્વને સહનારા હોય છે, તે આપ મારા પ્રમાદાચરણને ખમા !”
શ્રી ધના સાર્થવાહ આમ કહી રહ્યા, એટલે આચાર્યભગવાન કહે છે કે-“હે મહામત ! તું વિષાદ ન કર ! માર્ગમાં દુષ્ટ અને હિંસક પ્રાણિઓથી તેમ જ ચરથી તે અમારું રક્ષણ કર્યું છે, એટલે તે અમારે બધા જ સત્કાર કર્યો છે ! વળી, તારા સાર્થમાં આવેલા જ અમને ઉચિત એવાં અન્ન-પાણી આપે છે! આથી, અમે સીદાયા હોઈએ—એવું કશું જ બન્યું નથી.”
આખે ય સાર્થ જ્યારે મહા વિપત્તિમાં મૂકાઈ જવા પાપે ગરમી અને વર્ષોથી ત્રાહિ ત્રાહિ પિકારી ગયે; પહેલાં પણ શેડ્યું ન જડે એવી હાલત થઈ અને પછી