________________
૩૧૪
ચાર ગતિનાં કારણે પણ થાય કે–માણસ ઉંચે ! ગમે તેમ થઈ ગયું, પણ આ કેઈને છેડો લે એ માણસ નથી. એનામાં જો લાયકાત હોય, તે એનામાં સદ્ભાવ જન્મી જાય; તમારા પ્રત્યેને ખરાબ ભાવ નીકળી જાય અને સારે ભાવ આવી જાય; તેમ જ, કદાચ એને એમ પણ થઈ જાય કે-આપણે પણ આવી જ રીતિએ બીજાઓના ઉપર અનુગ્રહ કરતાં શીખવું જોઈએ ! આવી રીતિએ, એનામાંથી નિરનુગ્રહની વૃત્તિને કાઢવાને લાભ, અનાયાસે પણ તમને મળી જાય ! અનુગ્રહ કરવાની તક આચ્ચે શું કરો?
અનુગ્રહવૃત્તિવાળ, અનેક પાપોથી સ્વાભાવિક રીતિએ બચી શકે છે અને અનેકવિધ લાભોને પામી શકે છે, જ્યારે જેનામાં નિરનુગ્રહવૃત્તિ હોય છે, તે તે જેણે તેનું નુકશાન કર્યું નથી, તેના ઉપર પણ અનુગ્રહના સમયે અનુગ્રહને કરી શકતું નથી. એની પાસે કેઈ અનુગ્રહની આશાએ જાય, તે નિરાશ થઈને પાછો આવે એટલું જ નહિ, પણ પેલો એને કેટલું ય સંભળાવી દે અને એથી કદાચ સામાના હૈયામાં વિરભાવ પેદા થઈ જાય. તમે સુખી હો, પેઢીવાળા હો, સ્થાનવાળા હો, કાંઈક સાધનસંપન્ન હો, ત્યારે તમારા તરફથી અનુગ્રહ મેળવવાની આશાએ કોઈ ને કોઈ આવે તે ખરું ને? સામે તમારો અનુગ્રહ માગવાને આવ્યો છે-એવું તમે જાણે ત્યારે, અથવા તે, તે તમારી પાસે તમારા અનુગ્રહની વાત મૂકે ત્યારે, તમારા હૈયામાં કેવા કેવા વિચારને ઉછાળે આવી જાય છે? અનુગ્રહ કરવાની તક મળે, એ તમને ગમે ને? અનુગ્રહ થઈ શકે તેમ હોય, તે તમે અનુગ્રહ કર્યા વિના