________________
પહેલે ભાગ
૩૧૩ ભૂંડું ચિન્તવીને આપણું ભૂંડું કરીએ? વિચાર કરે કે–અવસરે અવસરે તમારું ભૂંડું કેટલાએ ચિન્તવ્યું હશે ? ત્યારે, જેટલાએ તમારું ભૂંડું ચિન્તવ્યું છે, તે બધા શું તમારું ભૂંડું કરી જ શક્યા છે? નહિ, તે પછી, આપણે પણ જેનું ભૂંડું ચિન્તવીએ, તેનું ભૂંડું થઈ જ જાય? અગર તે, આપણે તેનું ભૂંડું કરી જ શકીએ? નહિ જ. અનુગ્રહવૃત્તિમાં તે એથી અધિક વાત છે. આપણને જેણે ઘણું નુકશાન પહોંચાડયું હોય, આપણે જાણતા પણ હોઈએ કેઆણે મને આ રીતિએ હાનિ પહોંચાડી છે, છતાં પણ જે એ આપણા ઉપકારને ચાહતે આવે, તો આપણે એના ઉપર ઉપકાર કર્યા વિના રહી શકીએ નહિ. કદાચ એ આપણું ઉપકારને ચાહતો ન આવે, કેમ કે-એને એવી ય બીક હોય અગર શરમ પણ હોય કે-આની પાસે હું મારા ઉપર ઉપકાર કરાવવાને જાઉં, તે એ કાંઈ મારા ઉપર ઉપકાર કરવાને છે ? મેં એનું બગાડયું છે–તે એ જાણે છે, એટલે એ મારા ઉપર ઉપકાર કરે શાને ? અથવા, એમ થાય કે-મેં જેનું આટલું અધું બગાડ્યું છે, તેની પાસે હું મારા ઉપર ઉપકાર કરાવવાને માટે, કેમ જ જઈ શકું? આવા આવા વિચારેથી, તે તમારી પાસે તમારા ઉપકારને ચાહતે ન પણ આવે, પરંતુ જે આપણને ખબર પડે કે–એ અમુક આપત્તિમાં મૂકાઈ ગયા છે અને આપણે તેની એ આપત્તિને ટાળી શકીએ તેમ છીએ, તે તે વખતે આપણું હૈયું જે અનુગ્રહશીલ હેય, તે શું કરે? “સામે જઈને પણ એના ઉપર ઉપકાર કર !”— એવી પ્રેરણા, આપણને આપણા અન્તઃકરણમાંથી મળે ને? એવા વખતે, એના ઉપર તમે અનુગ્રહ કરે, તે દુશમનને