________________
૩૧૨
ચાર ગતિનાં કારણે પ્રહાર કરતા હોય અને જ્યાં પિતાનું શરીર વીંધાય અને લાગે કે-આપણે બચશું નહિ, એટલે આમ અન્તકાલીન આરાધનામાં લીન બની જાય. એવાઓનું હૈયું કેવું હશે ? એવા વખતે, શત્રુ ઉપર-ઘા કરનાર ઉપર ગુસ્સો કરવાનું સુઝે કે આ સુઝે? તે વખતે, અંતરથી સર્વ જીવોને ખમાવી લે અને કેઈના ય પ્રત્યે દુર્ભાવ લાવ્યા વિના આત્મચિન્તામાં મગ્ન બની શકે, એ હૈયું અનુગ્રહશીલ ન હોય, તે બની શકે નહિ. હૈયું અનુગ્રહશીલ બન્યા વિના, સાચી ક્ષમાપના અને સાચી આરાધના પણ થઈ શકે જ નહિ. જેણે આપણું બગાડયું હોય, તેના ઉપર અનુગ્રહ કરવાથી
પણ લાભ જ થાય છે : હૈયાને એવું અનુગ્રહશીલ બનાવી દેવું જોઈએ કેઆપણું ગમે તેવું ખરાબ કરનાર ઉપર કદાચ કોધ આવી જાય, તે ય એના ભૂંડાની ભાવના આવે નહિ. કોધવશ દુર્ભાવ આવી જાય, તો ય તે ટકી શકે નહિ. એના તરફ આવતાં શું દુર્ભાવ આવી જાય, પણ પાછો પિતે ને પોતે જ વિચારે કે-“મારે આ સ્વભાવ નથી.” ક્રોધમાં ને ક્રોધમાં એને મારી બેઠો હોય, નુકશાન કરી બેઠા હોય, પણ સામે જે અનુગ્રહને ઈચ્છતે આવે, તે એના ઉપર પણ અનુગ્રહ ક્ય વિના, આ રહી શકે નહિ. જેનામાં નિરનુગ્રહતા હેય, તે બધાને નુકશાન કરી જ શકે છે, એવું કોઈ નથી. સામાનું પુણ્ય જાગતું હોય, તો એને એક વાળ પણ વાંકે કરી શકે નહિ અને દુર્ભાવના યોગે એને પિતાને પારાવાર નુકશાન થાય. આપણે એટલા બધા મૂર્ખ છીએ કે-આપણે કેઈનું