________________
પહેલે ભાગ
૩૧૧ દયા હેય, તે અનુગ્રહ કરવાનું મન થયા વિના રહે નહિ, એટલે, જેનામાં નિરનુગ્રહતા હોય, તેનામાં દયા, કૃપા, સામાના ભલાની ભાવના–એ વગેરે વૃત્તિઓ પ્રગટે જ નહિ. એનું હૈયું બહુ કઠેર હોય. નરકનાં કારણેમાં પહેલી વાત તે હૈયાની નિષ્ફરતાની જ છે. કેટલેક સ્થલે નરકનાં કારણેને ટૂંકમાં દર્શાવતાં, મહારંભ અને મહા પરિગ્રહને જણાવેલ છે અને એમાં પંચેન્દ્રિય-પ્રાણિવધ, નિરનુગ્રહતા આદિ આવી જાય છે. જેમાં જીવની હિંસા ચાલુ જ થયા કરે, એવા આરંભે જેને રસ હોય અને ધન-ધાન્યાદિ પરિગ્રહમાં જેની અતિશય આસક્તિ હોય, તે તક મળે તે, પંચેન્દ્રિય પ્રાણિઓને વધ કરતાં ય, શાને અચકાય? એનું હૈયું કઠોર જ હેય ને? કઈ જીવને પોતાના કારણે ત્રાસ થાય, એથી એનું હૈયું કપે નહિ અને કદાચ આનંદ અનુભવે ! કેટલાક એવા છે કે-જેને કઈ જીવ તરફ અનુગ્રહબુદ્ધિ જ હોતી નથી. બીજાને સજા વગેરે કરવાને તૈયાર હોય, પણ બીજા ઉપર અનુગ્રહ કરવાને પ્રસંગ આવે, ત્યારે હૈયું કુણું હોય નહિ અને એથી એનામાં અનુગ્રહબુદ્ધિ આવે નહિ. કઈ પણ વ્યક્તિ પ્રત્યે, હૈયું એવું નહિ થવું જોઈએ કે–અનુગ્રહના કાળમાં, આપણે અનુગ્રહ કરી શકીએ નહિ. એવા અનેક પ્રસંગો આવે છે કે-યુદ્ધમાં ઉતરવું પડ્યું હોય અને તેમાં પિતે ઘાથી મરણતેલ બની ગયા હોય; એવા વખતે જ્યાં એમ લાગે કે-હવે બચાય તેમ નથી, એટલે ઝટ ત્યાંથી ખસી જાય, ઘાસને સંથારે કરીને સર્વની સાથે ક્ષમાપના કરી લે, બધું સિરાવી દે અને અનશનને આદરીને ધ્યાનમાં લીન બની જાય. થોડી વાર પહેલાં તે, જેટલી શક્તિ અને સામગ્રી હોય, તે મુજબ શત્રુઓ ઉપર